સાતમ સ્પેશિયલ પ્લેટર

Daya Hadiya
Daya Hadiya @cook_17130198

સાતમ સ્પેશિયલ પ્લેટર

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચોરાફળી
  2. ૧ કપબેસન
  3. ૧/૨ કપઅડદ ની લોટ
  4. ૧ ચમચીતેલ
  5. ચપટીબેકિંગ સોડા
  6. નમક સ્વાદ મુજબ
  7. તેલ તળવા માટે
  8. થોડું ગરમ પાણી લોટ બાંધવા
  9. ફરસી પૂરી :
  10. ૧ કપમેંદો
  11. ૧/૨ કપરવો
  12. ૩ ચમચીચોખા નો લોટ
  13. ૪ ચમચીઘી
  14. તેલ તળવા માટે
  15. નમક સ્વાદ મુજબ
  16. મસાલા માટે :
  17. ૧ ચમચીલાલ મરચું પાવડર
  18. ૧ ચમચીસંચળ પાવડર
  19. ૧/૨ ચમચીધાણા જીરું પાઉડર
  20. ૧/૨ ચમચીમરી પાઉડર
  21. મોહનથાળ :
  22. ૨ કપચણા નો કરકરો લોટ
  23. ૧/૨ કપગરમ દૂધ
  24. ૧ (૧/૪ કપ)ઘી
  25. ૧ કપખાંડ
  26. ૧ કપપાણી
  27. ૧ ચમચીએલચી પાઉડર
  28. ૩ ચમચીડ્રાય ફ્રુટ કટ કરેલા
  29. જીરા પૂરી :
  30. ૧ કપમેંદો
  31. ૧/૪ કપરવો
  32. ૨ ચમચીઆખું જીરું
  33. ૧ ચમચીમરી પાવડર
  34. નમક સ્વાદ મુજબ
  35. તેલ તળવા માટે
  36. પાણી લોટ બાંધવા
  37. સેવ :
  38. ૧ કપચણા નો લોટ
  39. નમક સ્વાદ મુજબ
  40. ચપટીહળદર
  41. ૧/૨ ચમચીઅજમા
  42. ૧/૪ ચમચીમરી પાવડર
  43. તેલ તળવા માટે
  44. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બધી સામગ્રી લઇ પાણી થી લોટ બાંધી લો.

  2. 2

    ત્યાર બાદ ૧૦ મિનિટ રેસ્ટ આપી, દસ્તા વડે ટ્ટિપો.

  3. 3

    ત્યાર બાદ વણી લઇ કટ કરી ગરમ તેલ માં તળી લો.

  4. 4

    ફરસી પૂરી :

  5. 5

    એક બાઉલ માં બધી સામગ્રી લઇ થોડા ગરમ પાણી થી લોટ બાંધી લો.

  6. 6

    ૧૫ મિનિટ રેસ્ટ આપી વણી લો.
    ત્યાર બાદ તેના પર ચોખા ના લોટ માં ઘી નાખી મિક્સ કરી વનેલી રોટી પર લગાવો.

  7. 7

    તેને રોલ કરી કટ કરી લો.

    થોડું પ્રેસ કરી તળી લો

    ત્યાર બાદ મસાલો છા સર્વ કરો.

  8. 8

    મોહનથાળ :

  9. 9

    એક બાઉલ માં લોટ લઈ તેમાં ૩ ચમચી ગરમ ઘી અને ગરમ દૂધ નાખી મિક્સ કરો.

    ત્યાર બાદ ચાળી લો.

  10. 10

    પેન માં ઘી લઈ ગરમ થાય એટલે તેમાં લોટ નાખો ૭-૮ મિનિટ પછી તેમાં ગરમ દૂધ નાખી દો અને હલાવતા રહો.

  11. 11

    બ્રાઉન કલર થાય ત્યાં સુધી ધીમી આંચ પર હલાવતા રહો.
    ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

  12. 12

    બીજી બાજુ ચાસણી બનાવવા મૂકો.
    ખાંડ નાખી તેમાં પાણી નાખો અને ૧ ચમચી જેટલું દૂધ નાખો.

    એક તાર ની ચાસણી બનાવો.

  13. 13

    બાદ માં ચાસણી સેકેલા લોટ માં નાખી દો અને તેમાં એલચી પાવડર, ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી પ્લેટ માં લઈ લો.

    ઠંડુ થાય એટલે કાપા કરી સર્વે કરો.

  14. 14

    જીરા પૂરી :

  15. 15

    એક બાઉલ માં રવો, મેંદો, નમક, જીરું, ૨ ચમચી તેલ, મરી પાવડર લઈ થોડા ગરમ પાણી થી લોટ બાંધો.

  16. 16

    ત્યાર બાદ લુઆ કરી વણી લો.

    બાદ તેલ માં તળી સર્વ કરો.

  17. 17

    સેવ :

  18. 18

    એક બાઉલ માં બધી સામગ્રી લઈ તેમાં ૨ ચમચી તેલ નાખી પાણી થી લોટ બાંધો(થોડો ઢીલો લોટ રાખવો)

    ત્યાર બાદ સંચા માં ભરી ગરમ તેલ માં સેવ પડો.

  19. 19

    બધી આઇટમ રેડી છે. પ્લેટ માં લઇ સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daya Hadiya
Daya Hadiya @cook_17130198
પર
Cooking is My passion.Born to cook.Crazy about cooking.. @dayascookbookalso craft lover @artistry_daya_hadiya
વધુ વાંચો

Similar Recipes