આલુપરાઠા(aalu paratha recipe in gujarati)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27

#GC
#નોર્થ
#trend2
આલુ પરાઠા એક પંજાબી વાનગી છે પરંતુ આજ નાં સમય માં તેને આખા ભારત માં ખૂબજ શોખ થી ખાવા માં આવે છે.મે આ આલુ પરાઠા ગણેશજી માટે બનાવ્યા છે જેથી મે તેમાં કાંદા કે લસણ વગર બનાવ્યા છે,તમે ઉમેરી શકો છો.

આલુપરાઠા(aalu paratha recipe in gujarati)

#GC
#નોર્થ
#trend2
આલુ પરાઠા એક પંજાબી વાનગી છે પરંતુ આજ નાં સમય માં તેને આખા ભારત માં ખૂબજ શોખ થી ખાવા માં આવે છે.મે આ આલુ પરાઠા ગણેશજી માટે બનાવ્યા છે જેથી મે તેમાં કાંદા કે લસણ વગર બનાવ્યા છે,તમે ઉમેરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લોટ બાંધવા માટે
  2. ૧.૫ કપ ઘઉં નો લોટ
  3. ૧/૨ કપમેંદો
  4. ૧ ચમચીતેલ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. પાણી
  7. આલુ નાં સ્ટફિંગ માટે
  8. ૩-૪ બાફેલા બટાકા
  9. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  10. સ્વાદ અનુસારમરચા ની પેસ્ટ
  11. ૧/૪ કપકોથમીર
  12. ૧/૨ ચમચીરાઈ
  13. ૧/૨ ચમચીજીરૂ
  14. ૫-૬ કઢી પત્તાં
  15. ૧ ચમચીતલ
  16. ૧ ચમચીવળિયારી
  17. ૧/૪ નાની ચમચીહિંગ
  18. ૧/૨ નાની ચમચીહળદર
  19. સ્વાદ અનુસારમીઠું
  20. ૧/૨ ચમચીલીંબુ ના ફૂલ
  21. ૧/૨ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાડકા માં ઘઉંના લોટ,મેંદાનો લોટ, મીઠું તેલ તથા પાણી લઈને રોટલી જેવો લોટ બાંધી લેવો.

  2. 2

    હવે બાફેલા બટાકા ને છીણી લેવા. તથા એક તાવડીમાં બે ચમચી જેટલું તેલ લાઇ તેમાં રાઈ મૂકો. રાઈ તતળવા આવે એટલે તેમાં જીરુ,હિંગ, આદુ મરચાની પેસ્ટ તથા કઢીપત્તા ઉમેરવા. હવે તેમાં મીઠું, હળદર,ગરમ મસાલો,તલ, વલિયારિ,કોથમીર તથા બટાકાનો માવો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. તૈયાર છે બટાકાનું પુરણ હવે તેને ઠંડુ પડવા માટે સાઈડ પર મૂકી દેવું.

  3. 3

    હવે રોટલી વણી તેની કિનારી ઓ ઉપર ચપટી લઈ તેમાં જરૂર પ્રમાણે આલુ નું સ્ટફિંગ ભરી પરાઠા વણી લેવા.તથા તવા ઉપર તેલ મૂકી ને શેકી લેવા.તૈયાર છે સ્વાદિષ્ટ આલુ નાં પરાઠા. હવે તેના ઉપર બટર લગાવી મસાલા દહીં સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર

Similar Recipes