મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara

#સાતમ
#પોસ્ટ_1
સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1/4 કપરવો
  3. 1 ચમચીજીરું
  4. 1 ચમચી કાળા મરી પાઉડર
  5. 1/4 ચમચીઅજમો
  6. 1/2 ચમચી હિંગ
  7. 1/2 કપતેલ
  8. સ્વાદાનુસારમીઠું
  9. જરૂર મુજબપાણી
  10. 1 કપમેથી ની ભાજી
  11. 1 ચમચીહળદર પાઉડર
  12. 1 ચમચીલાલ મરચાંનો પાઉડર
  13. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  14. 2 ચમચીતલ
  15. જરૂરી મુજબતેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા ઘઉંનો લોટ, રવો, જીરુ, અજમો, હિંગ, તલ અને કાળા મરી પાઉડર એડ કરી મિક્સ કરી લો.

  2. 2

    હવે આમા હળદર પાઉડર,ધાણાજીરું પાઉડર, મીઠું, તેલ અને મેથી ની ભાજી એડ કરી બધુ કોરુ જ મિક્સ કરી લો. હાથ મા લોટ લેતા જ મુથિયા જેવુ બને તો મોણ સરખુ લોટ મા લાગ્યુ છે. પછી જરૂરી મુજબ ધીરે ધીરે પાણી એડ કરતા જઇ લોટ થોડો પરાઠા જેવો મધ્યમ જાડો બાંધવો.

  3. 3

    પછી આ કણક ના નાના નાના બોલ્સ ની જેમ લુવા બનાવી લો. હવે એક લુવો લઇ નાની પૂરી વણી લો અને તેને કાંટો ચમચી થી હોલ પાડી લો. એ રીત થી બધી પૂરી વણી લો.

  4. 4

    હવે એક પેન મા પૂરી તડ્વા માટે તેલ ગરમ કરો. ત્યારે બાદ ગેસ ની લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ તેલ મા આ મેથી પૂરી બે બાજુ ગોલ્ડન તળી લો.

  5. 5

    હવે આ મેથી પૂરી સર્વ કરવા તૈયાર છે. આ ક્રિસ્પી ને ક્રન્ચી મેથી પૂરી ને ગરમ ચા કે કોફી સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes