ભીંડાની કઢી(Bhinda ni kadhi recipe in gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#ફટાફટ
#ઝટપટ _રેસીપી
પોસ્ટ - 2
આપણી ગુજરાતી વાનગીઓ એવી હોય છે જે રોટલી સાથે પણ અને ભાત સાથે પણ જમી શકાય જેમ કે ભીંડાની કઢી...રીંગણ ની કઢી...દાળ નું ડખું... દાળ ઢોકળી.... વિગેરે...ખૂબ ઓછા સમયમાં આ કઢી બની જાય છે...મેં જુવાર ચોખાના રોટલા સાથે પીરસી છે...સાથે કણકી ભાત તો જોઈએ જ....દેશી ભાણું...😊

ભીંડાની કઢી(Bhinda ni kadhi recipe in gujarati)

#ફટાફટ
#ઝટપટ _રેસીપી
પોસ્ટ - 2
આપણી ગુજરાતી વાનગીઓ એવી હોય છે જે રોટલી સાથે પણ અને ભાત સાથે પણ જમી શકાય જેમ કે ભીંડાની કઢી...રીંગણ ની કઢી...દાળ નું ડખું... દાળ ઢોકળી.... વિગેરે...ખૂબ ઓછા સમયમાં આ કઢી બની જાય છે...મેં જુવાર ચોખાના રોટલા સાથે પીરસી છે...સાથે કણકી ભાત તો જોઈએ જ....દેશી ભાણું...😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામસમારેલા ભીંડા
  2. 2ચમચા તેલ વઘાર માટે
  3. 1 ચમચીહળદર
  4. 1/2 ચમચીહિંગ
  5. 1ચમચીલાલ મરચું
  6. 2 ચમચીધાણાજીરું
  7. મીઠું જરૂર મુજબ
  8. કઢી માટે:-
  9. 1 કપખાટું દહીં
  10. 1-1/2લીટર પાણી
  11. 1/4 કપચણાનો લોટ
  12. 1 ચમચીક્રશ ફુદીનો
  13. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  14. 2 ચમચીલસણ ની લાલ ચટણી
  15. મીઠું જરૂર મુજબ
  16. 1ચમચો તેલ વઘાર માટે
  17. 1 ચમચીરાઈ
  18. 1 ચમચીમેથી
  19. 1 ચમચીજીરું
  20. 1 ચમચીહળદર
  21. 1/2 ચમચીહિંગ
  22. ઉપરથી સજાવવા:-
  23. 2 ચમચીગરમ તેલનો વઘાર
  24. 1લાલ સૂકું વઘાર
  25. નું મરચું
  26. 1/2 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  27. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કડાઈ માં એક કપ દહીં અને દોઢ લીટર જેટલું પાણી લઈ વલોવીને છાશ બનાવો....તેમાં માપ મુજબ ચણાનો લોટ ઉમેરી બ્લેન્ડર વડે ગાંઠા ના રહે તેવો ઘોલ તૈયાર કરો....

  2. 2

    હવે તૈયાર કરેલ ઘોલ માં ઉપર મુજબ ની સામગ્રી વડે વઘાર તૈયાર કરી ઉપર થી રેડી દો....ગેસ પર ધીમા તાપે ઉકળવા મુકો...

  3. 3

    ત્યાર બાદ એક બીજી કડાઈમાં બે ચમચા તેલ મૂકી...હિંગ, હળદર થી સમારેલા ભીંડા વઘારી દો..ધીમા તાપે ચડવા દો....બીજી બાજુ કઢી ને બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો....ભીંડા થઈ જાય એટલે મસાલા અને મીઠું ઉમેરો....હવે ઉકળતી કઢીમાં ભીંડા ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો....બાકીના મસાલા કરો....

  4. 4

    આદુ મરચા ની પેસ્ટ...ક્રશ ફુદીનો..લસણની ચટણી ઉમેરી મીઠું ઉમેરો....

  5. 5

    હવે આપણી ફટાફટ રેસિપી ભીંડા ની કઢી તૈયાર છે હવે બે ચમચી તેલ ગરમ કરી તેમાં વઘાર નું એક સૂકું મરચું અને લાલ કાશ્મીરી મરચુ પાઉડર ઉમેરી તરી તૈયાર કરી ઉપર થી રેડીને કોથમીર થી સજાવો....મેં ચોખાના રોટલા અને સલાડ સાથે સર્વ કરી છે તમે ઇચ્છો તેની સાથે સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes