સમોસા (Samosa Recipe In Gujarati)

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737

#સાઇડ
મારા ધર માં બધા ને ભાવતી વાનગી બનાવી છે. મારી મમ્મી બહુ જ પ્રેમ થી બનાવે છે. તેમની પાસે થી જ શીખી છું.
હું ધરમાં મેદો લાવતી નથી.

સમોસા (Samosa Recipe In Gujarati)

#સાઇડ
મારા ધર માં બધા ને ભાવતી વાનગી બનાવી છે. મારી મમ્મી બહુ જ પ્રેમ થી બનાવે છે. તેમની પાસે થી જ શીખી છું.
હું ધરમાં મેદો લાવતી નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. સમોસા નું પડ માટે
  2. ૨.૫ વાટકી ધઉં નો લોટ
  3. ૨ ચમચીમકાઇ નો લોટ
  4. ૫-૬ ચમચી તેલ
  5. ૧/૨ વાડકીપાણી જ૱ર મુજબ
  6. સમોસા નો માવો
  7. ૩ નંગ બટાકા
  8. ૧ નંગ ડુંગળી
  9. ૧/૨ વાડકીવટાણા
  10. ૫ થી ૬ નંગ લસણની કણી
  11. ૧ નંગ નાનો ટુકડો આદુ
  12. ૨ નંગ મરચાં
  13. ૩ ચમચીશ્રીજી નો મસાલો
  14. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    ઉપર ની બધી સામગ્રી મુજબ ધઉં નો લોટ સહેજ કઠણ બાધીશું.

  2. 2

    બટાકા ને બાફી લઇશું. ડુંગળી,આદુ, મરચાં, લસણની મિશ્રી માં વાટી લઇશું.

  3. 3

    હવે એક પેન માં તેલ લઇશું તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરો સહેજ લાલ થવા દો પછી તેમાં બટાકા,વટાણા ઉમેરી થવા દો. સમોસા નો રેડી મસાલો ઉમેરો ૫ મિનિટ થવા દો.

  4. 4

    હવે લોટ લઇને મોટી પૂરી વણી લીધી છે. વચ્ચે થી કટ કરી લઇશું. એક ભાગ ને હાથ માં લઈને ત્રિકોણ જેવો આકાર આપીશુ.

  5. 5

    હવે સમોસા ને તણી લઇશું.

  6. 6

    સમોસા રેડી છે તો સાથે લીલી ચટણી અને ખજુર આંબલી ની ચટણી સાથે પીરસી લઇશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737
પર

Similar Recipes