મૂળા ખારીયુ(mula khariyu recipe in gujarati)

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556

#સાઈડ ડિશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ચારથી પાંચ વ્યક્તિ
  1. ૧ નંગલીલા પાનવાળો મુળો
  2. 1/2વાટકી ચણાનો લોટ
  3. ૧ ચમચીરાઈ
  4. 1/2ચમચી હળદર
  5. સ્વાદ અનુસારનમક
  6. વઘાર માટે તેલ
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મૂળાને ધોઈ તેના પાનને કપડાં થી કોરા કરી લેવા ત્યારબાદ મૂળાના નાના નાના પીસ કરી લેવા અને પાનને ઝીણાં સમારીને તૈયાર કરવા ત્યારબાદ એક કડાઈમાં ચણાનો લોટ લઇ તેમાં બે ચમચી તેલ નાખી આ લોટને ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવો

  2. 2

    હવે એક કડાઈમાં વઘાર માટે તેલ લઈ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં ૧ ચમચી રાઈ નાખવી રાઈ એકદમ તતડી જાય ત્યારબાદ તેમાં સમારેલા મૂળાના કટકા નાખી દેવા તેમજ થોડી હળદર નાખી સારી રીતે હલાવી તેમાં નીમક ઉમેરી લેવું મૂળો સંતળાઈ જાય પછી તેમાં સમારેલા મૂળાના પાન નાખવા

  3. 3

    મૂળાના પાન સતડાઈ જાય ત્યારબાદ તેમાં શેકેલો ચણાનો લોટ ભભરાવો અને આ બધું સારી રીતે મિક્સ કરી હલાવી લેવું ત્યારબાદ તેમાં હાથથી પાણીનો છંટકાવ કરવો અને ફરી પાછું હલાવી લેવું

  4. 4

    તો તૈયાર છે આપણું મૂળાનું દેશી ખારીયું

  5. 5

    આ મૂળાનું દેશી ખારીયું લગભગ ગામડામાં વધારે બનતું હોય છે આ ખારીયુ ગરમ ગરમ બાજરાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે...... તૈયાર છે આપણું દેશી ખારીયું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

Similar Recipes