પાલક પનીર(palak paneer recipe in Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

પાલક પનીર(palak paneer recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામપનીર
  2. 1 ચમચીમીઠું
  3. 2-3 ચમચીતેલ
  4. 4-5મરચા
  5. 1આદુ નો નાનો ટુકડો
  6. 1 1/2 ચમચીમીઠું
  7. 1/2 ચમચીજીરું
  8. 1ડુંગળી
  9. 2-3લસણ ણી કળી
  10. 1ટામેટું
  11. 1નાનો ટુકડો તજ
  12. 2લવિંગ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને સરસ ધોઈ ને રાખો પછી કોઈ પણ વાસણ માં પાણી ને ગરમ કરવા મુકો પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં પાલક ઉમેરો પાલક ને 1 મિનિટ સુધી તેમાં રહેવા દો અને ત્યાર બાદ તેને બહાર કાઢીને ઠંડા પાણીમાં આ પાલક ને ઠંડી કરવા માટે મૂકો

  2. 2

    પછી મિક્સરમાં પાલક, આદુ, મરચાં વગેરેને ઉમેરીને તેની એક પ્યુરી બનાવો

  3. 3

    હવે પનીર ને નાના પીસ માં ટુકડા કરી ને એક કડાઈ માં થોડું તેલ ઉમેરો અને તેલ ગરમ થઇ જાય પછી તેમાં આ પનીર ના ટુકડા ઉમેરો 1-2 મિનિટ સુધી તેને ગેસ પર રાખો પછી તેને ઉતારી લો

  4. 4

    હવે કોઈ પણ વાસણ માં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મુકો ત્યાર બાદ તેમાં જીરું ઉમેરો પછી તેમાં 2 લવિંગ, નાનો ટુકડો તજ, સમારેલી ડુંગળી ઉમેરો અને પછી ઝીણા સમારેલા ટામેટા ઉમેરો આ બધા ને સરસ રીતે મિક્સ કરી લો અને થોડી વાર સુધી ગેસ પર જ રહેવા દો

  5. 5

    હવે તેમાં પાલકની બનાવેલ પ્યુરી ઉમેરો અને તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી દો અને 5-7 મિનિટ સુધી ગેસ પર રહેવા દો અને વચ્ચે 2-3 વાર હલાવો પછી તેમાં પનીર ના ટુકડા ઉમેરી 1 મિનિટ સુધી ગેસ પર જ રાખો હવે તેને સર્વિંગ બાઉલ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

Similar Recipes