પીનવિલ સેન્ડવિચ (Pinwheel sandwich recipe in Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_26308374
શેર કરો

ઘટકો

40 min
2 સર્વિંગ્સ
  1. સ્લાઈસ સેન્ડવિચ બ્રેડ
  2. બટર
  3. ટોમેટો સોસ
  4. ૪ ચમચીવેજ માયોનિસ
  5. ચીઝ સ્લાઈસ
  6. ગાજર (છીણેલું)
  7. કેપસિકમ (લાંબુ સમારેલું)
  8. ૧ નાની વાટકીસમારેલી કોબી
  9. લીલી ચટણી
  10. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  11. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  12. કાળા મરી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    સૌપ્રથમ ૪ ચમચી માયોનિસ માં ૩ ચમચી લીલી ચટણી નાખી સોસ તૈયાર કરી લેવાનો

  2. 2

    પછી ૩ બ્રેડ સ્લાઈસ લો, આ ૩ બ્રેડ ને પાતળી વણી લેવાની

  3. 3

    પછી ૧ સ્લાઈસ ની કિનારી પર બટર લગાવી તેનાં પર બીજી સ્લાઈસ ચીપકાવાની અને તે સ્લાઈસ ની કિનારી ૩જી સ્લાઈસ ચીપકાવાની

  4. 4

    પછી આ ૩ બ્રેડ પર તૈયાર કરેલું માયોનિસ લગાવાનું

  5. 5

    પછી તેના પર કાળા મરી નો ભૂકો છાંટવાનો

  6. 6

    પછી તેમાં કેપસિકમ નાંખવાના તેના પર ૩ ચીઝ સ્લાઈસ મુકવાની

  7. 7

    તેમાં 1/2ચમચી ચિલી ફ્લેક્સ નાખવાની પછી તેમાં છીણેલું ગાજર અને કોબી નાખવાની

  8. 8

    પછી તેમાં સ્વાદાનુસાર મીઠું તથા ચાટ મસાલો નાખવાનો

  9. 9

    પછી તેના પર ટોમેટો કેચઅપ નાખવાનો

  10. 10

    પછી તેનો રોલ વારવાનો પછી આ રોલ ને એક પ્લાસ્ટિક પેપર માં મૂકી ૩૦ મીનિટ ફ્રીઝ માં રાખવાનું

  11. 11

    આ રીતે બીજી ૩ બ્રેડ સ્લાઈસ તૈયાર કરી લેવાની

  12. 12

    ૩૦ મિનિટ પછી ફ્રીઝ માંથી કાઢી રોલ ને કટ કરી લેવાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_26308374
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes