આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)

#trend2
#week2
#post2
#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )
#Punjabi_Dhaba_Style_Parotha
આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરાઠા માટે નો લોટ બાંધી લઈશું. એની માટે એક મોટા બાઉલ માં ઘઉં નો લોટ, ચોખા નો લોટ, મોણ માટે નું તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે લોટ મા થોડું થોડું ઉમેરતા જઈ લોટ બાંધવો. ત્યાર બાદ હાથ માં થોડું તેલ લઇ લોટ એકદમ મસળી લો. હવે લોટ પર થોડું તેલ લગાવી ને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકી ને રેસ્ટ આપો.
- 2
હવે આલુ પરાઠા માટે નું પૂરણ બનાવીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરી તતડે એટલે જીના સમારેલા લીલાં મરચાં, મીઠા લીમડા ના પાન જીના સમારેલા અને જીની સમારેલી ડુંગળી ઉમેરી ગેસ ની મીડીયમ ફ્લેમ પર ૩ થી ૪ મિનિટ માટે સાંતળો.
- 3
હવે તેમાં આદુ - લસણ ની પેસ્ટ ઉમેરી ૧ મિનિટ કૂક કરી તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ૧ મિનિટ માટે મસાલો સાંતળી લો.તે પછી આમાં બાફેલા બટાકા મેશ કરી ઉમેરી ગેસ ની મીડીયમ પર ૩ થી ૪ મિનિટ માટે કૂક કરી લો.
- 4
ત્યાર બાદ આમાં શેકેલા જીરું પાઉડર, આમચૂર પાઉડર, સંચર પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. તે પછી આમાં જીના સમારેલી લીલી કોથમીર ઉમેરી મિકસ કરી ગેસ ની ફલેમ બંધ કરી મિશ્રણ ઠંડું કરવા મૂકી દો.
- 5
હવે બટાકા ના મિશ્રણ ના એકસરખા ૯ બોલ્સ બનાવી લો. ત્યાર બાદ પરાઠા ના લોટ ને સારી રીતે મસળી તેના પણ ૯ એકસરખા ભાગ કરી લેવા.
- 6
હવે લોટ ના એક લુવા ને મોટી પૂરી ની જેમ વણી લઈ તેમાં બટાકા નું પૂરણ ભરી પૂરી ની કિનારીઓ થી પેક કરી ચારેબાજુ દબાવી ને સુકો લોટ લગાવી હળવા હાથે પરાઠું વણી લો. ત્યાર બાદ તવા ને ગરમ કરી તેની પર ઘી લગાવી પરાઠા ને ઉમેરી ઉપર થી ઘી લગાવી ગેસ ની મીડી યમ ફલે મ પર બંને બાજુ શેકી લો. આ રીત થી બધા પરાઠા વણી ને શેકી લો.
- 7
હવે આ યમ્મી આલુ પરાઠા તૈયાર છે સર્વ કરવા માટે. આ પરાઠા સરવિંગ પ્લેટ માં કાઢી હલકું ચપ્પા થી કિનારી અલગ કરી ને ઉપર લીલી ડુંગળી ને બટર થી ગાર્નિશ કરો. આ આલુ પરાઠા ને અથાણું, મસાલા દહીં, ટામેટા કેચઅપ કે લીલી ચટણી સાથે સર્વ કરી સકાય છે.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
સ્ટફ્ડ આલુ પાલક પરાઠા (Stuffed Aloo Palak Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#Punjabi_Style#Cookpadgujarati પરાઠા તો બધા જ ઘરોમાં આવારનવાર બનતા જ હોય છે. અહીં હું પૌષ્ટિક, યમ્મી સ્ટ્ફડ આલુ પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે પાલક પરાઠામાં બોઇલ્ડ કે નોન કૂક્ડ પાલક્ને ગ્રાઇંડ કરી, તેમાં થોડા સ્પાયસીસ ઉમેરી, તેનાથી ઘઊંનો લોટ પરાઠા માટે બાંધવામાં આવતો હોય છે. પરંતું હું અહીં પાલક્ની ભાજીનું સ્ટફીંગ બનાવીને તેને પરાઠામાં સ્ટફ કરીને, પરાઠા તેલમાં રોસ્ટ કરીને પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું, તેમાં આદુ, મરચા, લસણ ઉપરાંત થોડા સ્પાયસીસ ઉમેરીને બનાવ્યા હોવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. આ પરાઠા બ્રેક ફાસ્ટ, લંચ કે ડીનર ..ગમે ત્યારે લઈ શકાય છે. નાના મોટા કોઇ પણને લોકો આયર્ન યુક્ત સ્ટફ્ડ પાલક પરાઠા ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર જરુરથી આ સ્ટફ્ડ પાલક પરાઠા ચોક્કસથી બનાવજો. Daxa Parmar -
પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#post1#Punjabi#Paratha#Yogurt#પનીર_ભૂરજી_વિથ_મસાલા_લચ્છા_પરાઠા ( Paneer Bhurji with Masala Lachha Paratha Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4.0 માટે પંજાબી, પરાઠા અને યોગર્ટ નું મિશ્રણ કરી ને આ પનીર ભુરજી વિથ મસાલા લચ્છા પરાઠા બનાવ્યા છે. ને સાથે મે મસાલા યોગર્ટ પણ સર્વ કર્યું છે. જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી બની હતી...મારા બાળકો ને પનીર ની કોઈ પણ સબ્જી આપો એ હોંસે હોંસે ખાઈ લે છે. કારણ કે પનીર એમની મનપસંદ સબ્જી છે. Daxa Parmar -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#AM4 સુરત ના ફેમસ લારી જેવા મિક્સ વેજ પરાઠા આજે મેં બનાવ્યા છે. જે સુરત સિટી ના ફેમસ પરાઠા છે. આ પરાઠા ને પીઝા કટર થી કટ કરીને સનફ્લાવર નો આકાર આપીને આ પરાઠા સર્વ કરવામાં આવે છે. જેના ઘર માં જે બાળકો શાકભાજી ના ખાતા હોય એવા બાળકો ને જો આ રીતે મિક્ષ વેજ સનફલાવર પરાઠા બનાવી ને આપીએ ને એમાં પણ બાળકો ને ભાવતું ચીઝ ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો બાળકો આ પરાઠા એકદમ હોંશે હોંશે ખાઇ લેશે..આ પરાઠા માં ભરપુર માત્રા માં શાકભાજી ઉમેરવામાં આવવાથી બાળકો ને ભરપુર માત્રા માં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ મળી સકે છે. Daxa Parmar -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
#EB#week11#Cookpadgujarati શાહી પનીર એ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે. પનીર ને ટામેટાં ની રીચ ગ્રેવી માં નાખી ને પીરસવા માં આવે છે. ખસખસ અને કાજુ નો ઉપયોગ કરી ને ગ્રેવી તૈયાર થાય છે. રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે આ સબ્જી સર્વ કરી શકાય છે. આ વાનગી કાંદા લસણ વગર પણ બનાવી શકાય છે. Daxa Parmar -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#trend4#week4#post4#પાલક_પનીર (Palak Paneer Recipe in Gujarati )#punjabi_dhaba_style આ પાલક પનીર એ ઉત્તર ભારત ની ફેમસ ડીશ છે. શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પ્રખ્યાત ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પરંતુ આ પાલક પનીર સબ્જી ફક્ત ઉત્તર પ્રાંત માં જ નઈ પણ આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, કેલ્શિયમ, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Daxa Parmar -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
#KS1#foodphotography#cookpadindia#cookpadgujarati#દૂધીનો_ઓળો ( Bottlegourd Bharta Recipe in Gujarati ) દૂધી એક એવુ શાક છે જે ઘણા બધા લોકોને નથી ભાવતુ. પરંતુ સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ સારી છે. ગુજરાતીઓ શાક ઉપરાંત થેપલા, મૂઠિયા, હાંડવા જેવી વાનગીઓમાં પણ દૂધીનો ઉપયોગ કરે છે. પરંતુ દૂધીના શાકની એક એવી ટેસ્ટી રેસિપી છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય. અહીં વાત થઈ રહી છે દૂધીના ઓળાની. આ રેસિપી ખૂબ જ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તમે એક વાર આ રેસિપીથી શાક બનાવશો તો ઘરે બધા આ શાક ફરી બનાવવાની વારંવાર ડિમાન્ડ કરશે. આ શાક ને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં આમાં ખાટું દહીં પણ ઉમેર્યું છે જેથી આ ઓળા નો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ દૂધીનો ઓળો ખાધા પછી તમે રીંગણ નો ઓળો પણ ભૂલી જશો.. મારી મોટી દીકરી તો દૂઘી ખાતી જ નથી ..પરંતુ આ દૂધી નો ઓળો એ હોંસે હોંસે ખાઈ ગઈ..એને તો આ ઓળા નો ટેસ્ટ પનીર ભરતું લાગ્યું...🤗 Daxa Parmar -
દાલ મખની (Daal Makhni Recipe in Gujarati)
#GA4#week1#post2#Punjabi#ટ્રેડિંગ#week2#દાલ_મખની ( Daal Makhni Recipe in Gujarati ) દાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. મારી નાની દીકરી ને તો આ દાલ મખની બવ જ ભાવે છે. કારણ કે આમાં રાજમાં ઉમેરવામાં આવ્યા છે તો રાજમાં એના ફેવરિટ છે. Daxa Parmar -
મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_3#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે. Daxa Parmar -
મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)
#GA4#week4#post4#baked#મેક્સિકન_લઝાનીયા ( Mexican Lasagna Recipe in Gujarati ) આ મેક્સિકન લઝાનિયા એ એક પિત્ઝા નું version કહી શકાય. કારણ કે એનો ટેસ્ટ એકદમ પિત્ઝા જેવો જ લાગે છે. બસ આ લઝાનીયાં માં મેંદા ના લોટ ની બેઝ બનાવી ને એક પર એક લેયર બનાવી ને બનવાનું હોય છે. એમાં મેરીનારા સોસ, વ્હાઈટ સોસ ને મોઝરેલા ચીઝ ના લીધે આનું texture એકદમ ચીઝી લાગે છે. એમાં પણ આ તો મારા બાળકો નું ફેવરિટ ડિશ બની ગઈ. મે આ મેક્સિકન લઝાનિયાં પહેલી વાર જ બનાવ્યા. પરંતુ ધાર્યા કરતાં પણ બવ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
#trend4#week4#post2#સેવ_ખમણી ( Sev Khamni Recipe in Gujarati ) સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આ ખમણ ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત ના બીજા શહેરો અને અન્ય રાજ્યો માં પણ એટલી જ લોકપ્રિય છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને બેસન ની સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Daxa Parmar -
બ્રેડ આલુ પરાઠા (Bread Aloo Paratha Recipe In Gujarati)
#LOસેન્ડવીચ બનાવતી વખતે આપડે જે બ્રેડ ની સાઈડ ની કોર્નર કાઢી નાખતા હોય છે તેમાં થી મે આ સ્ટફ પરાઠા બનાવિયા છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Chetna Shah -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
અડવીના પાન ના ઢોકળા (Advi na Paan na Dhokla Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfast#અડવીના_પાન_ના_ઢોકળા ( Advi na Paan Recipe in Gujarati ) આપણે અળવી ના પાન ના પાત્રા તો બવ જ ખાધા. તો આજે મે એમાં નવું જ ટ્રાય કરીને અળવી ના પાન ના ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા હતા. Daxa Parmar -
રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
#Cooksnap_challenge#Indian_Food_Recipe#week3#કાઠિયાવાડી_રીંગણનો_ઓળો_વિથ_બાજરીજુવારના_રોટલા ( Kathiyawadi Ringan no Odo/ Bhartu with BajriJuvaar na Rotla Recipe in Gujarati ) @Mrunal Thakkar ji તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રીંગણ નો ઓળો ની રેસિપી માટે.. મેં પણ તમારી રેસિપી ફોલો કરીને રીંગણ નો ઓળો બનાવ્યો ..જે ખૂબ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બની હતી..😍 Daxa Parmar -
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કાઠીયાવાડી_લસણીયા_બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)#ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી લસણીયા બટાકા રેસીપી આ કાઠીયાવાડી લસણીયા બટાકા એ સૌરાષ્ટ્ર મા ખુબ જ પ્રખ્યાત છે. આમ પણ સૌરાષ્ટ્ર મા બધી વાનગી ચટIકેદાર અને મસાલેદાર હોય છે. આ કાઠીયાવાડી લસણીયા બટાકા મા લસણ, લાલ મરચાં, ડુંગળી ને ટામેટા નો ઉપયોગ કરી ને ચટIકેદાર ને મસાલેદાર સબજી બનાવવામા આવે છે. મારા બાળકો ને તો આ સબજી બવ જ ભાવી. Daxa Parmar -
બિહારી સત્તુ પરાઠા (Bihari Sattu Paratha Recipe in Gujarati)
#EB#week11#CookpadGujarati સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે. તે ભારતના બિહાર ક્ષેત્રમાં સૌથી વધુ લોકપ્રિય છે જ્યાં તે મુખ્ય ખોરાક છે. સત્તુ એ ફાઇબરથી ભરેલું છે, અને પ્રોટીન જેવા આવશ્યક પોષક તત્વો રહેલા છે. આ કારણે આ એક હેલ્થી વાનગી છે જે બ્રેફાસ્ટ માં, લંચ અને ડિનર માટે પણ આપી શકાય છે. Daxa Parmar -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થપંજાબ ના ખુબજ ફેમસ આલુ પરાઠા બનાવવામા ખુબ જ સરળ જલદીથી બની જાય છે. Mosmi Desai -
સ્ટફ્ડ લીલા વટાણાના પરાઠા (Stuffed Green Peas Paratha Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati લીલા વટાણા ના પરાઠા એક ભારતીય મુખ્ય ભોજન છે જેને નાસ્તામાં અથવા બપોરના ભોજન અથવા રાત્રિભોજન માટે મુખ્ય કોર્સ તરીકે તાજું અને ગરમ માણી શકાય છે. મટર પરોઠા બનાવવાની રીત શીખો. આ એક લોકપ્રિય સ્ટફડ પરાઠા છે જેમાં લીલા વટાણા અને મસાલાઓથી બનેલા નરમ મિશ્રણનું સ્ટફિંગ (પુરણ) કરવામાં આવે છે. સ્ટફિંગ માટે વટાણાને મધ્યમ આંચ પર તેલમાં સાંતળવામાં આવે છે જે તેને સ્વાદિષ્ટ બનાવે છે અને તમે તેને કોઈની પણ સાથે પીરસો પણ તેનાથી તેના સ્વાદ માં કોઈ ફરક નહિ પડે. પૌષ્ટિક મટર પરોઠાને દહીંવાળું રાઇતું અથવા અથાણાંની સાથે બાળકોને સવારના નાસ્તામાં અથવા ડીનરમાં પીરસો. Daxa Parmar -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week1# આલુ પરોઠાદરેક ઘર માં બનતા હસે આ પરાઠા, જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે બટાકા ના પરાઠા નું યાદ આવે....મારા ઘર માં બધાં ના ફેવરિટ છે. Kinjal Shah -
આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.#નોથૅ Dolly Porecha -
લીલો ચેવડો (Vadodara's Famous Lilo Chevdo Recipe in Gujarati)
#CT#cookpadindia#cookpadguj#મારા સિટી વડોદરા ના જગદીશ ફરસાણ વાળા નો ફેમસ લીલો ચેવડો... આ લીલો ચેવડો એ વડોદરા શહેર નો ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા એવા જગદીશ ફરસાણ વાળા નો છે. જે ફક્ત વડોદરા મા જ નઈ પરંતુ બહાર વિદેશ માં પણ એટલો જ પ્રખ્યાત છે. આ ચેવડા ની બહાર વિદેશ માં એટલી ડિમાન્ડ છે કે ત્યાં પણ આ ચેવડો export થાય છે. હું તો આ લીલો ચેવડો નાનપણ થી જ ખાતી આવું છું. હું જામનગર રહેતી તો ત્યાં પણ આ વડોદરા ના લીલા ચેવડા ની ડિમાન્ડ ખૂબ જ થતી. તો હું જ્યારે વડોદરા આવું ત્યારે આ લીલો ચેવડો જામનગર મારા કાઠિયાવાડી આડોશી પાડોશી માટે લઈ જતી. આ લીલો ચેવડો એ ખાંડ ની ચાસણી માં બનાવવામાં આવે છે. પરંતુ તે છતાં પણ આ ચેવડો બહારથી ભીનો અને સોફ્ટ હોય છે.. પરંતુ ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે. તમે પણ જ્યારે વડોદરા આવો ત્યારે એકવાર જગદીશ ફરસાણ વાળા ની મુલાકાત અવશ્ય લેજો ને ત્યાંનો આ લીલો ચેવડો અવશ્ય ટ્રાય કરજો. Daxa Parmar
ટિપ્પણીઓ (6)