ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Nu Shak Recipe In Gujarati)

Ekta Pratik Shah
Ekta Pratik Shah @cook_17164574
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ઢોકળી માટે
  2. 1/2 કપચણાનો લોટ
  3. 1/3 કપઘઉં નો લોટ
  4. 1/2 ચમચીઅજમો
  5. 1/2 ચમચીતલ
  6. 1/4 ચમચીલાલ મરચું
  7. 1/4 ચમચીહળદર
  8. 2 મોટી ચમચીતેલ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. શાક માટે
  11. 100 ગ્રામગુવાર
  12. 1 નંગબારીક સુધારેલું ટામેટું
  13. 1 નંગસૂકું લાલ મરચું
  14. 1/2 ચમચીઅજમો
  15. 1/4 ચમચીઆખું જીરું
  16. 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  17. 1/4 ચમચીહળદર
  18. 1/2 ચમચીધાણાજીરું
  19. 1/3 ચમચીકસૂરી મેથી
  20. 1 1/2 ચમચીગોળ
  21. 1/4 ચમચીગરમ મસાલો
  22. 2-3 ચમચીતેલ
  23. જરૂર મુજબપાણી
  24. સ્વાદ મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ ને ઘઉં નો લોટ લઈ તેમાં અજમો,તલ અને તેલ અને મીઠું નાખી સરખું હલાવી લેવું. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ને ઢોકળી નો લોટ મીડીયમ બાંધીસુ ના વધારે કડક ના એકદમ ઢીલો એવો મીડીયમ લોટ બંધીસુ.

  2. 2

    બાંધેલા લોટ ને 1 મિનિટ માટે સરખો કુનવી લેવો પછી તેને સરખો રોલ કરી ને એક સરખા બધા ભાગ કરી લેવા.પછી હાથ થી સરખો ગોળ શેપ આપવો બધી સાઈડ થી ઢોકળી સરખી રાખવી

  3. 3

    આ રીતે બધી ઢોકળી તૈયાર કરી વચ્ચે ચપ્પુ ની મદદ થી એક કાણું પડવું જેથી ઢોકળી વચ્ચે થી કાચી ન રહે

  4. 4

    ગુવાર ને ધોઈ ને લૂછી લેવો અને તેને મોટો સમારી લેવો. એક નાના કુકર મા તેલ મૂકી તેમાં જીરું નાખવું જીરું થાઈ એટલે તેમાં અજમો નાખી દેવો પછી તેમાં સૂકું લાલ મરચું નાખવું.

  5. 5

    પછી તેમાં ટામેટું નાખી સરખું હલાવું અને ટામેટા ને ચડવા દેવા.ટામેટા ચડી જાય એટલે તેમાં ગુવાર નાખી ને સરખું હલાવું.પછી તેમાં લાલ મરચું,હળદર,ધાણાજીરું અને મીઠું નાખી સરખું હલાવી લેવું.

  6. 6

    પછી તેમાં 1 થી 1 1/2 કપ પાણી નાખવું. પાણી થોડું ઉકળે એટલે તેમાં એક એક કરી ને બધી ઢોકળી નાખી દેવી અને જરાક હલાવી કુકર નું ઢાંકણું બંધ કરી 4 થી 5 સિટી વગાળવી.

  7. 7

    પછી કુકર થોડું ઠંડુ થાઈ એટલે ઢાંકણું ખોલી રસો વધારે હોય તો થોડો ગેસ ચાલુ કરી બાળી દેવો પછી તેમાં કસૂરી મેથી અને ગોળ અને ગરમ મસાલો નાખી સરખું હલાવી લેવું.

  8. 8

    એક સરવિંગ પ્લેટ માં તેને કાઢી તેને ગરમ ગરમ રોટલી અથવા તો રોટલા યા ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Pratik Shah
Ekta Pratik Shah @cook_17164574
પર

ટિપ્પણીઓ

Similar Recipes