સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)

Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845

#trand
#week3
#Gujarati
સરગવાની શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે અત્યારે મહામારી ના સમયમાં સરગવાની શીંગ નું સૂપ અથવા શાક ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે

સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)

#trand
#week3
#Gujarati
સરગવાની શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે અત્યારે મહામારી ના સમયમાં સરગવાની શીંગ નું સૂપ અથવા શાક ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2વ્યક્તિ
  1. 2સરગવા ની શીંગ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 1ડાળખી મીઠો લીમડો
  4. 1-1/5 ચમચો તેલ
  5. 2વાટકા ખાટી છાશ
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીલસણની પેસ્ટ
  8. 1 ચમચીજીરું
  9. 1/2 ચમચીહિંગ
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1 ચમચીધાણાજીરું પાઉડર
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીગરમ મસાલો
  14. જરૂર મુજબ મીઠું
  15. 1 ચમચો કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સિંઞને કૂકરમાં બાફી લેવી એક સીટી કરવી

  2. 2

    હવે એક તપેલીમાં છાશ લઈ તેની અંદર ચણાનો લોટ નાખી બ્લેન્ડર ફેરવો બ્લેન્ડર ફેરવવા થી તેમાં ગાંઠા નથી રહેતા

  3. 3

    પછી તેની અંદર મીઠું લાલ મરચું પાઉડર ધાણા જીરૂ પાઉડર હળદર અને ગરમ મસાલો નાખી હલાવી લેવું

  4. 4

    હવે લોયા માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું હિંગ અને લીમડો મૂકી પછી તેની અંદર લસણની ની પેસ્ટ ઉમેરવી ચણાના લોટવાળું મિશ્રણ વઘારવું

  5. 5

    પછી તેની અંદર આદુ મરચાની પેસ્ટ ઉમેરવી અને મિશ્રણને ધીમી આંચ પર થોડીવાર ઉકળવા દેવું

  6. 6

    પછી તેની અંદર બાફેલી સીંગ ઉમેરવી અને કોથમીર ઉમેરો પાંચથી સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમાગરમ બાજરાના રોટલા સાથે સર્વ કરો રેડી છે સરગવાની શીંગ નું લોટવાળું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845
પર

Similar Recipes