રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#trend3
#cookpadgujrati
#cookpadindia
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe .

રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)

#trend3
#cookpadgujrati
#cookpadindia
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. રગડા માટે
  2. 250 ગ્રામસફેદ વટાણા (૮ કલાક પહેલા પલાળેલા)
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીલાલ મરચા પાઉડર
  6. 1/2ચમચ જીરા પાઉડર
  7. 1 ચમચીઅધકચરા ક્રશ કરેલા આદુ લસણ
  8. 1/2 ચમચીઝીણા સમારેલા લીલાં મરચાં
  9. 1 નંગઝીણું સમારેલું ટામેટું
  10. 2 ચમચીઆંબલી નો પલ્પ
  11. 1 ચમચીગોળ
  12. 1/4 ચમચીહિંગ
  13. 1/4 ચમચીઆખું જીરૂ
  14. નમક જરૂર મુજબ
  15. પેટીસ માટે
  16. 500 ગ્રામબાફેલા બટેટા
  17. 2 ચમચીઆદુ મરચા ક્રશ કરેલા
  18. 2 ચમચીકોર્ન ફ્લોર
  19. 2 ચમચીબેસન
  20. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  21. તેલ અથવા ઘી જરૂર મુજબ
  22. નમક જરૂર મુજબ
  23. 1 કપખજૂર આંબલી ની ચટણી
  24. 1 કપકોથમીર ફુદીના ની તીખી ચટણી
  25. 2 નંગઝીણા સમારેલી ડુંગળી
  26. 1 કપનાયલોન સેવ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌથી પેલા પલાળેલા વટાણા ની અંદર નમક અને હળદર નાખી કુકર મા બાફી લો. વટાણા બફાઈ જાય એટલે તેમાં થોડું પાણી નાખી ને મેસ કરી લો. એક કડાઈમાં તેલ મૂકો તેમાં જીરું તતડે એટલેહિંગ નાંખો pchi આદુ લસણ અને લીલાં મરચાં ઉમેરી બે મિનિટ સાંતળો.હવે તેમાં ટામેટાં ઉમેરી ને બધા જ સુકા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો.હવે તેમાં બાફેલા વટાણા,આંબલી નો પલ્પ,ગોળ,નમકઉમેરી બે કપ પાણી નાખી મિક્સ કરો અને ધીમા ગેસ પર 10 થી 15 મિનિટ ઉકળવા દો.તૈયાર છે આપણો રગડો

  2. 2

    હવે બાફેલા બટાકા ને મેસ કરી લો તેમાં ક્રશ કરેલા આદુ મરચા, કોથમીર,નમક,બેસન, કોર્ન ફ્લોર ઉમેરી મિક્સ કરી કણક તૈયાર કરી લો.તેમાંથી મિડિયમ આકાર ની પેટીસ તૈયાર કરો.હવે એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ અથવા ઘી મૂકી પેટીસ ને બંને બાજુ શેકી લો.તૈયાર છે આપણી પેટીસ.ઘી મા પેટીસ શેકવા થી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે.

  3. 3

    હવે એક સર્વિગ પ્લેટ માં થોડી રગડો મૂકો તેમાંઉપર બે થી ત્રણ પેટીસ મૂકો અને ઉપરથી થોડો રગડો રેડી દો.હવે તેમાં ટેસ્ટ મુજબ થોડી ખજૂર આંબલી ની ચટણી,લીલી ચટણી,સેવ,ડુંગળી ઉમેરી દો. ગરમા ગરમ રગડા પેટીસ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes