વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week7                                              
#Breakfast

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપરાઈસ
  2. ૧/૪ કપચણાની દાળ
  3. ૧/૨ કપતુવેરની દાળ
  4. ૧/૨ કપમગની દાળ (ગ્રીન)
  5. ૧ કપદહીં
  6. ૧/૪ કપદુધી ખમણેલી
  7. ૧/૪ કપગાજર ખમણેલું
  8. ૧/૪ કપવટાણા
  9. ૧/૪ કપમેથી (ગ્રીન)
  10. ૧ ટેબલસ્પૂનઆદુ-મરચા-લસણની પેસ્ટ
  11. ૧ ટીસ્પૂનહળદર પાઉડર
  12. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  13. ૧ ટેબલસ્પૂનસાકર
  14. સ્વાદાનુસારમીઠું
  15. વઘાર માટે ‌:-
  16. ૨ ટેબલસ્પૂનતેલ
  17. ૧ ટીસ્પૂનરાઈ
  18. ૧ ટેબલસ્પૂનતલ
  19. જરૂર મુજબકોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાઈસ અને દાળને ધોઈને ૩ થી ૪ કલાક માટે પલાળી દો પલડી જાય એટલે પાણી નિતારી લઈ તેમાં થોડું દહીં ઉમેરી મિક્સરમાં પીસી લો

  2. 2

    હવે ખીરુ માં દહીં અને ૪ થી ૫ મેથીના દાણા ઉમેરીને આથો આવે એવી જગ્યાએ ૬થી ૭ કલાક માટે મૂકી દો

  3. 3

    હવે ખીરુમાં ખમણેલું ગાજર, દુધી,વટાણા મેથી અને આદું- મરચાં- લસણ પેસ્ટ, હળદર પાઉડર લાલ મરચું પાઉડર,સાકર,મીઠું,સોડા ઉમેરીને બરાબર મિક્સ કરી દો

  4. 4

    હવે ગોળ આકારના મોલ્ડમાં તેલ થી ગ્રીસ કરી ખીરું ને મોલ્ડમાં નાખી દેવું હવે ઓવનમાં ૨૦થી ૨૫ મિનિટ સુધી કુક થવા દો

  5. 5

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ,તલ હીંગ ઉમેરીને વઘાર તૈયાર કરો

  6. 6

    હવે હાંડવા ઉપર વઘારને ઉમેરો દો અને કોથમીરથી ગાર્નિશ કરો તૈયાર છે... વેજીટેબલ હાંડવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral A Panchal
પર

Similar Recipes