મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

#કૂકબુક

દિવાળી ના તહેવાર માં મોહનથાળ બધા જ ગુજરાતી ના ઘર માં બનતો જ હોય છે. આજે હું એકદમ સહેલી રીતે મોહન થાળ ની રેસીપી તમને બતાવી જઈ રહી છું.

મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

#કૂકબુક

દિવાળી ના તહેવાર માં મોહનથાળ બધા જ ગુજરાતી ના ઘર માં બનતો જ હોય છે. આજે હું એકદમ સહેલી રીતે મોહન થાળ ની રેસીપી તમને બતાવી જઈ રહી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૬૦૦ ગ્રામ કકરો ચણા નો લોટ
  2. ૫૦૦ ગ્રામ ઘી
  3. ૪૦૦ ગ્રામ ખાંડ
  4. ૧/૪ કપદૂધ
  5. ૩/૪ કપ પાણી
  6. જરૂર મુજબ બદામ
  7. જરૂર મુજબ ચારોળી
  8. ૧ ટેબલસ્પૂનઈલાયચી પાઉડર
  9. ૧/૨ ટી સ્પૂનઓરેન્જ કલર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    બધી સામગ્રી ઉપર માપ જણાવ્યા પ્રમાણે ભેગી કરો.

  2. 2

    એક કડાઈ મા ઘી ગરમ કરવા મુકો. સામાન્ય ગરમ થાય પછી ચણા નો લોટ ઉમેરો. બરાબર મીક્સ કરી લો. ગેસ ની આંચ ધીમી રાખો.

  3. 3

    હવે એમાં દૂધ ઉમેરો. આ પ્રક્રીયા ને ધાબો દીધો કેહવાય. હવે સતત ૨૦ મિનીટ સુધી હલાવ્યા કરો.

  4. 4

    કલર થોડો ભૂરાશ પડતો આવે ત્યાં સુધી શેકી લો. હવે એને બહાર પ્લેટ માં કાઢી લો.

  5. 5

    હવે એ જ કડાઈ માં પાણી અને ખાંડ ઉમેરો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો.

  6. 6

    ખાંડ બરાબર પીગળે પછી કલર માં થોડું પાણી ઉમેરી મીક્સ કરી ચાસણી માં ઉમેરો. ચાસણી ને ચેક કરતા રહો. ૧.૫ તાર ની ચાસણી તૈયાર થઈ જાય પછી ગેસ બંધ કરી દો.

  7. 7

    તરત શેકેલો ચણાનો લોટ ઉમેરો. મીક્સ કરી દો. પછી એમાં ઈલાયચી પાઉડર ઉમેરો.હવે ૧ મિનીટ હલાવી વાસણ માં ઘી લગાડી ઠારી લો. ઉપર થી બદામ અને ચારોળી થી ગાર્નિશ કરો.

  8. 8

    મોહનથાળ ને ૧ કલાક માટે ઠરવા દો. પછી એના પીસ કાપી લો. દિવાળી સ્પેશિયલ મોહનથાળ તૈયાર છે સર્વ કરવા માટે.

  9. 9

    પોચો રુ જેવો મોહનથાળ બનાવા આ રીતે જરુર ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

Similar Recipes