ઢોકળા(Dhokla Recipe in Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોઢોકળાનો લોટ(3કપ ચોખા,1કપઅળદનીદાળ,1/2કપચણા ની દાળ)
  2. 1 વાટકીખાટુ દહીં
  3. જરુર મુજબ નવશેકુ ગરમ પાણી
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીહીંગ
  6. ચપટીહળદર
  7. 2લીલા મરચા જીણા સમારેલા
  8. 1ઈચ છીણૈલો આદુ
  9. 1સમચી જીણી સમારેલી કોથમરી
  10. 1/2 ચમચીખાવાનો સોડા
  11. 1/2લીંબુનો રસ
  12. મરચુ પાઉડર ઉપર છાંટવા માટે
  13. 1 ચમચીતેલ
  14. સવૅ કરવા માટે,
  15. મીઠુ તેલ
  16. ગ્રીન ચટણી
  17. લસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ લઈ તેમાં દહીં અને જરુર મુજબ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢોકળાનુ ખીરુ તૈયાર કરો.હવે તેને સાત-આઠ કલાક આથો લાવવા માટે રાખી દો. ત્યારબાદ તેમાં હીંગ,હળદર,આદુ,મરચા,મીઠુ,સોડા,લીબુનો રસ,તેલ નાખી મિક્સ કરી લો.

  2. 2

    હવે ઈડલી બનાવવા માટેની વાટકીમાં તેલ લગાવી તેમાં ઢોકળાનુ ખીરુ નાખી તેનાપર મરચુ પાઉડર છાંટી તેને ઢોકળીયામાં નીચે પાણી નાખી તેના પર ઢોકળા ની વાટકી મૂકી પંદર-વીસ મિનીટ માટે ચડવા દો.

  3. 3

    તો તૈયારછે ઈડલી શેઈપ ઢોકળા. તેને ગરમાં ગરમ તેલ, ગ્રીન ચટણી અને લસણની ચટણી સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ

Similar Recipes