કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#GA4
#Week8
#Coffee

કોફી એ યુવાનો ને ખૂબજ પસંદ હોય છે. અને એમાં પણ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ માટે તો સૌ તૈયાર જ હોય છે. ચા ની જેમ કોફી ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. હું આજે તમારી સાથે એકદમ કેફે જેવી કોલ્ડ કોફી ની રેસીપી શેર કરુ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
2 વ્યક્તિ
  1. દૂધ ૫૦૦મીલી
  2. કોફી ૧ટેબલસ્પૂન
  3. ૧ ટેબલ સ્પૂનપાણી
  4. ૨ ટીસ્પૂનખાંડ
  5. મિલ્ક પાઉડર ૨ટેબલસ્પૂન
  6. આઈસ્ક્રીમ ૪સ્કૂપ
  7. ચોકલેટ સીરપ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કોફી લઈ તેમાં નવસેકુ પાણી ઉમેરી ને બરાબર હલાવી લો.

  2. 2

    હવે એક જાર માં ઠંડુ દૂધ લો. તેમા મીલ્ક પાઉડર, ખાંડ, આઈસ્ક્રીમ અને કોફી નુ મિશ્રણ ઉમેરો.

  3. 3

    હવે આ મિશ્રણને બ્લેન્ડર ની મદદથી બ્લેન્ડ કરી લો. કોફી એકદમ ફીણ થાય અને થીક થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.

  4. 4

    કોફી ને ગ્લાસ મા કાઢી ને ઉપર આઈસ્ક્રીમ નો સ્કૂપ મૂકી ને ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

Similar Recipes