ગુંદર ની પેદ(Gundar Ped Recipe in Gujarati)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50ગ્રામ ગુંદર
  2. 3ચમચા ઘી
  3. 1/2લીટર દૂધ
  4. 100ગ્રામ ગાંગરા સાકર
  5. 1ચમચી ઇલાયચી પાઉડર
  6. 1.5ચમચી સુંઠ પાઉડર
  7. 1ચમચી ગંઠોડા પાઉડર
  8. 1/4ચમચી જાયફળ પાઉડર
  9. 3/4કપ અખરોટ બદામ નો પાઉડર
  10. 1કપ સૂકા કોપરા નું છીણ
  11. બદામ અખરોટ પિસ્તા અધકચરો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુંદર નો પાઉડર કરવો. સાકરનો પાઉડર. અખરોટ બદામ નો પાઉડર કરવો.

  2. 2

    ઘી ગરમ કરવું અને ગુંદર પાઉડર સાતરવો ધીમા તાપે.હવે કાચું દૂધ નાખી ફાસ્ટ તાપ પર સતત હલાવતા રહેવું.દૂધ ફાટે અને ગુંદર પાઉડર ઓગળે એટલે એમાં ધીમે ધીમે સાકર નો પાઉડર ઉમેરવો. હલાવતા રહેવું.

  3. 3

    હવે બદામ અખરોટ નો પાઉડર સૂકા કોપરા નું છીણ ઉમેરી હલાવવુ. સુંઠ ગંઠોડા ઇલાયચી જાયફળ પાઉડર નાખી સતત હલાવતા જવું. દૂધ બળી ને બધું બરાબર મિક્સ થાય ત્યાં સુધી.અને પેણો છોડે એટલે પ્લેટ મા કાઢી પિસ્તા અખરોટ બદામ ના અધકચરા ભુકા થી સજાવી પરોસવું. તૈય્યાર છે ગરમા ગરમ ગુંદર ની પેદ.4-5દિવસ સ્ટોર કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
પર
India
I like to cook new innovative dishes
વધુ વાંચો

Similar Recipes