મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

Very happy 4th birthday to Cookpad🥳🎉
#CookpadTurns4
#cookwithfruits
#cookpad
#cookpadindia

ફ્રૂટ કસ્ટર્ડ નું થોડું એડવાન્સ્ડ વર્ઝન કહી શકાય. જેમાં સાથે સ્પોન્ઝ કેક ના બાઇટ્સ વધારે ક્રન્ચી ને યમી બનાવે છે. બધું લેયરમાં સેટ થયેલું હોવાથી દરેક બાઇટમાં કંઇક અલગ ને સરપ્રાઈઝ ટેસ્ટ આવે છે. એક્ઝોટીક, મસ્ત ડેઝર્ટ છે.

મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)

Very happy 4th birthday to Cookpad🥳🎉
#CookpadTurns4
#cookwithfruits
#cookpad
#cookpadindia

ફ્રૂટ કસ્ટર્ડ નું થોડું એડવાન્સ્ડ વર્ઝન કહી શકાય. જેમાં સાથે સ્પોન્ઝ કેક ના બાઇટ્સ વધારે ક્રન્ચી ને યમી બનાવે છે. બધું લેયરમાં સેટ થયેલું હોવાથી દરેક બાઇટમાં કંઇક અલગ ને સરપ્રાઈઝ ટેસ્ટ આવે છે. એક્ઝોટીક, મસ્ત ડેઝર્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ સર્વિંગ
  1. 500 મિલી ફૂલ ક્રિમ દૂધ
  2. 3 ટેબલ સ્પૂનવેનીલા કસ્ટર્ડ પાઉડર
  3. 5 ટેબલ સ્પૂનખાંડ
  4. 1કેળું
  5. 1નારંગી
  6. 1કિવી
  7. 1/2સફરજન
  8. 1દાડમ
  9. 1/4પાઇનેપલ
  10. 100-200 ગ્રામકોઇપણ ફ્લેવર ની સ્પોન્ઝ કેક
  11. 2 ચમચીછીણેલી વ્હાઈટ ચોકલેટ
  12. થોડી ગ્લેઝ્ડ ચેરી
  13. 1/2લીંબુ
  14. 1 ટેબલ સ્પૂનદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કસ્ટર્ડ માટે, 3 ટેબલ ચમચી દૂધ અલગ કાઢી તેમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી લો.બાકીના દૂધને ગરમ કરવા મૂકો. એક ઉભરો આવે એટલે પાઉડર વાળું દૂધ ઉમેરી મિક્સ કરો.હલાવતા રહો જેથી નીચે ચોંટે નહીં. ખાંડ ઉમેરી મિક્સ કરી લો. 2 મિનિટ થવા દઇ ગેસ બંધ કરી, ઠંડું પડે એટલે ફ્રીઝમાં મૂકી દો.

  2. 2

    બધા જ ફ્રૂટ્સ ને ઝીણા સમારી લો. સમારેલા કેળા અને સફરજન માં 2 ટીંપા લીંબુનો રસ અને થોડીક દળેલી ખાંડ મિક્સ કરી લો. સ્પોન્ઝ કેક ના પણ નાના ટુકડા કરી લો.

  3. 3

    હવે જે બાઉલમાં બનાવવાનું હોય તેમાં પહેલા બધા ફ્રૂટ્સ નું લેયર મૂકો. તેની પર સ્પોન્ઝ કેક ગોઠવો. ઉપર બનાવેલું ઠંડું કસ્ટર્ડ પાથરો. ફરીથી બધું રિપીટ કરો જેથી બધા નું બીજું લેયર થશે.

  4. 4

    તેની પર થોડા ફ્રૂટ્સ,ચેરી, વ્હાઈટ ચોકલેટ થી સજાવો. તમને પસંદ હોય તો ઉપર વ્હીપ્ડ ક્રિમ પણ મૂકી શકો છો. ફ્રીઝમાં એકદમ સેટ ને ઠંડું થાય પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes