સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#MW4
#suva
#સુવાભાજી
#સુવા
#dillleaves
#cookpadindia
#cookpadgujarati

સુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.

સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 200 ગ્રામસુવા ની ભાજી
  2. 1સમારેલું ટામેટું
  3. 1જીણો સમારેલો કાંદો
  4. 1 tbspબેસન
  5. 2-3 tbspતેલ
  6. 1 tbspલસણ ની પેસ્ટ
  7. 1 tspઆદુ ની પેસ્ટ
  8. 1 tspલીલા મરચાં ની પેસ્ટ (તીખાશ પ્રમાણે)
  9. ચપટીહળદર
  10. 1 tbspધાણા જીરું પાઉડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 2 tbspપાણી
  13. 1/2લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સુવા ની ભાજી ને સમારી ને 7-8 પાણી થી ધોઈ ને નિતારી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરો. પછી તેમાં બેસન ઉમેરી બરાબર હલાવો અને આછો ગુલાબી રંગ થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર સાંતળો (આશરે 1 મિનિટ). હવે તેમાં જીણો સમારેલો કાંદો નાખી 2 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલું ટામેટું, આદુ ની પેસ્ટ, લસણ ની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરી ફરી 2-3 મિનિટ સાંતળો.

  3. 3

    હવે તેમાં લીલા મરચાં ની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરો.

  4. 4

    હવે તેમાં સમારેલી સુવા ની ભાજી નાખી મિક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખો. હવે મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને 4-5 મિનિટ કૂક થવા દો. ઢાંકણ ખોલી ને લીંબુ નો રસ ઉમેરો અને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો. ગરમા ગરમ સ્વાદિષ્ટ સુવા ની ભાજી તૈયાર છે.

  5. 5

    ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો. જુવાર ના રોટલા, ઘી-ગોળ, છાસ, કાંદા ની કચુંબર વગેરે સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

Top Search in

દ્વારા લખાયેલ

Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes