જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#GA4
#Week16
#cookpadindia
#juvar
આજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે.

જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)

#GA4
#Week16
#cookpadindia
#juvar
આજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧બાઉલ જુવાર નો લોટ
  2. ૧બાઉલ બાજરા નો લોટ
  3. સ્વાદ મુજબમીઠું
  4. જરૂરીઘી ઉપર ચોપડવા માટે
  5. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બંને લોટ ને ચાળી લો.અને આ રોટલા નો લોટ એકીસાથે નથી બંધાતો જેમ રોટલા કરો તેમ લોટ બાંધતા જવાનુ છે.તો બે રોટલા જેટલો લોટ કથરોટ મા મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં જરા મીઠું અને થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લો.આ લોટ માંથી થોડો લોટ લઈ હાથ વડે એકદમ મસળી લો. જેમ લોટ મસળી લેશો તેમ રોટલો પોચો ને સરસ થશે.

  3. 3

    એકદમ મસળી ત્યાર કરેલા લોટ ને પાટલા પર ફેરવી ગોળનું ત્યાર કરો.પછી તેને હાથ વડે ટીપી ને રોટલો ત્યાર કરી લો.આ દરમ્યાન ગેસ પર તાવડી ગરમ મૂકી રાખો.રોટલો ત્યાર થાય કે તરત જ તાવડી માં નાખી દો.

  4. 4

    એક બાજુ જરા શેકાઈ એટલે બીજી સાઇડ ફેરવી દો.બીજી બાજુ સરસ શેકાવા દેવાનો પછી ફરી પેલી બાજુ ફેરવી દેવાનો એટલે તરત ફૂલી જાશે. અને હાથ વડે જરા ગોળ ફેરવશો એટલે બધી સાઇડ સરસ પાકી જાશે.

  5. 5

    આ મસ્ત ફૂલી ને દડા જેવા રોટલા ત્યાર થઇ જાશે. તેના પર ઘી લગાવી કોઈ પણ શાક સાથે સર્વ કરો.અહી મે રીંગણા નો ઓળો બનાવ્યો છે. જેની રેસીપી અગાઉ મૂકી છે.આ સાથે લીલી હળદર લીલી ડુંગળી અને લીલા મરચાં સાથે દેશી ડીશ ત્યાર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes