*ધનુર્માસ ની ખીચડી*

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Shreya Harshal Shah
Shreya Harshal Shah @cook_27968411
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
૧૦
  1. ૫૦૦ ગ્રામ બાસમતી ચોખા
  2. ૨૫૦ ગ્રામ તુવેર દાળ
  3. ૧૫૦ ગ્રામ તુવેર ના લીલવા
  4. ૧૫૦ ગ્રામ કાજુ
  5. ૧૦૦ ગ્રામ બદામ
  6. ૧૫૦ ગ્રામ દ્રાક્ષ
  7. ૫૦૦ ગ્રામ ઘી
  8. ૨૫ ગ્રામ વાટેલા સફેદ મરી
  9. ૨૫ ગ્રામ વાટેલા તજ
  10. ૨૫ ગ્રામ વાટેલા લવિંગ
  11. ૧૦ ગ્રામ જાવંત્રી
  12. ૨૫ ગ્રામ બાદિયા
  13. ૧૦૦ ગ્રામ સૂકી ખારેક
  14. ૩૦૦ ગ્રામ મોરસ
  15. ૫૦ ગ્રામ તલ
  16. ૨૫ ગ્રામ રાઈ
  17. ચપટીહીંગ
  18. ૨૦ ગ્રામ હળદર
  19. ૫૦ ગ્રામ લીલા ધાણા
  20. ૫૦ ગ્રામ આંબા હળદર
  21. ૫૦ ગ્રામ આદુ
  22. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ તુવેર ની દાળ ને 3 સીટી મારી બાફી લેવી

  2. 2

    ત્યાર બાદ તુવેર ના લીલવા ને પણ 3 સીટી મારી બાફી લેવા

  3. 3

    યાર બાદ એક તપેલાં માં 2 લીટર પાણી લઈ તેમાં બાસમતી ચોખા ઉમેરો તેમાં મીઠું અને હળદર ઉમેરી ને ચોખા ને ચઢાવા દેવા. ત્યાર બાદ તેમાં ઘી ઉમેરી બાફેલી તુવેર દાળ અને તુવેર ના લીલવા ઉમેરી ચઢાવા દેવા

  4. 4

    ચોખા બફાઈ જાય એટલે થોડો સૂકો મેવા ની કતરણ ઉમેરો અને ઘી પણ ઉમેરો ત્યારબાદ તેમાં મીઠું,સફેદ મરી, બાદિયા, જાવંત્રી, લવિંગ, તજ અને મોરસ ઉમેરો

  5. 5

    ત્યારબાદ વઘારીયા માં 200 ગ્રામ ઘી મૂકી તેમાં રાઈ મૂકી અને રાઈ તતડે એટલે તેમાં સૂકા મેવા નું કતરણ, હીંગ અને સફેદ તલ ઉમેરી ખીચડી માં વઘાર કરવો

  6. 6

    હવે ધીમા તાપે ગેસ પર 20 મિનિટ ચઢવા દો
    ઉપર થી લીલા ધાણા ત્થા સૂકામેવા ની કતરણ થી ગારનીશ કરો. આ ખિચડી ને કઢી સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Shreya Harshal Shah
Shreya Harshal Shah @cook_27968411
પર

Similar Recipes