ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

#KS
કોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે.

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

#KS
કોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮-૧૦ વ્યક્તિ
  1. મુઠીયા બનાવવા માટે:
  2. ૧ કપ ઝીણી સમારેલી મેથી
  3. ૧/૨ કપ ઘઉંનો કકરો લોટ
  4. ૩ ચમચી તેલ (મોહણ માટે)
  5. ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. ૨ ચમચી તલ
  7. ૧/૪ વાડકી ગોળ (સ્વાદ પ્રમાણે)
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧/૪ ચમચી હિંગ
  10. ૧ ચમચી દહીં અથવા છાશ
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. ઊંધિયા માટેનું શાક:
  13. ૨૦૦ ગ્રામ સુરતી પાપડી
  14. ૧૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા
  15. ૧૦૦ ગ્રામ પાપડી દાણા
  16. ૫૦ ગ્રામ લીલા વટાણા
  17. ૨૦૦ ગ્રામ ૨૦૦ ગ્રામ નાના બટાકા
  18. ૨૦૦ ગ્રામ રવૈયા (નાના રીંગણ)
  19. ૧૦૦ ગ્રામ રતાળુ
  20. ૧૦૦ ગ્રામ સુરણ
  21. ૧ નંગ કાચું કેળું
  22. ૫૦ ગ્રામ સીંગદાણા
  23. ૧ કપ લીલુ લસણ અને કોથમીરની અધકચરી પેસ્ટ
  24. ઊંધિયા માં નાખવાનો મસાલો:
  25. ૧ કપ ઝીણું સમારેલું લીલુ લસણ
  26. ૧ કપ ઝીણા સમારેલા લીલા ધાણા
  27. ૪-૫ ચમચી લીલા મરચાની પેસ્ટ (તીખા)
  28. ૨ ચમચી છીણેલુ આદુ
  29. ૧/૨ સિંગદાણાનો ભૂકો
  30. ૧/૨ કોપરાનું છીણ
  31. ૩ ચમચી લીંબુનો રસ
  32. ૧ ચમચી અજમો
  33. ૧ ચમચી હળદર
  34. ૧/૨ ચમચી હિંગ
  35. ૩-૪ ચમચી ઊંધિયા નો મસાલો
  36. ૪-૫ ચમચી ખાંડ (અથવા સ્વાદ પ્રમાણે)
  37. સ્વાદ પ્રમાણે મીઠું
  38. ૩૦૦ ગ્રામ તેલ
  39. સર્વ કરવા માટે:
  40. લીલા ધાણાની ચટણી
  41. કોઠા ની ચટણી
  42. ઝીણી સેવ
  43. જલેબી
  44. પૂરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મુઠીયા માટેનો બધો મસાલો ભેગો કરી લોટ બાંધવો પછી ૧૫ રહેવા દેવો અને પછી એના નાના નાના ગોળા કરી લેવા, અને મીડીયમ કેસે તળી લેવા

  2. 2

    હવે બધી સામગ્રી ભેગી કરી ઊંધિયા નો અધકચરો (મિક્સરમાં વાટીલો) મસાલો તૈયાર કરવો, અને શાકભાજી મોટા પીસ માં કટ કરી તૈયાર કરવા, અને રીંગણ ના રવૈયા વચ્ચેથી કટ કરીને ઊંધિયા નો અધકચરો વાટીલો મસાલો ભરી તૈયાર કરવો.

  3. 3

    હવે બધા દાણા ભેગા કરી મીઠું અને હળદર નાખી કૂકરમાં બે-ત્રણ સીટી મારી બાફી લેવા. સકરીયા, બટાકા, રતાળુ અને સુરણ ને તેલમાં તળી લેવું

  4. 4

    હવે રીંગણને તેલ મૂકી અલગ ચઢાવવાં, હવે સેજ આગળ પડતુ તેલ મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ લીલુ લસણ થોડું સાંતળવું પછી થોડી હળદર અને જોઈતા પ્રમાણમાં મીઠું ઉમેરવું

  5. 5

    પછી એમાં બધા બાફેલા દાણા, પાપડી, શક્કરિયા, બટાકા, રતાળું અને સુરણ ઉમેરો એ પછી કરેલા મુઠીયા અને રવૈયા ઉમેરવા. પછી એમાં વધેલો લીલો મસાલો, ધાણાજીરૂ અને ઊંધિયા નો મસાલો ઉમેરી હલકા હાથે શાક તૂટે નહિ એ રીતે મિક્સ કરો. એને દસ મિનિટ ધીમા તાપે થવા દો.

  6. 6

    બસ આ રીતે ગરમાગરમ ઊંધિયું તૈયાર થઈ જાય છે એને પૂરી, જલેબી, ઝીણી સેવ, લીલા ધાણા અને કોઠા ની ચટણી સાથે કરવામાં આવે છે. મેં ખજૂર આમલીની ચટણી પણ બનાવી છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes