તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#KS
# તાવો ચાપડી
રાજકોટના ફેમસ તાવો ચાપડી જેવું તાવો ચાપડી ઉંધીયુ બનાવેલું છે

તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

#KS
# તાવો ચાપડી
રાજકોટના ફેમસ તાવો ચાપડી જેવું તાવો ચાપડી ઉંધીયુ બનાવેલું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
ત્રણ વ્યક્તિ મા
  1. 50ગ્રામ કોબી
  2. 50ગ્રામ વાલોળ
  3. 100ગ્રામ ગાજર
  4. 100ગ્રામ બટેટા
  5. 100ગ્રામ રીંગણા
  6. 100ગ્રામ દુધી
  7. 75ગ્રામ લીલા વટાણા
  8. 75ગ્રામ લીલા ચણા
  9. 75ગ્રામ લીલી તુવેર
  10. 75ગ્રામ પાપડી
  11. 4ટામેટાની પેસ્ટ
  12. ૪ ડુંગળીની પેસ્ટ
  13. ૪ લીલા મરચા
  14. ૨ ચમચી આદુ-લસણની પેસ્ટ
  15. 8ચમચા તેલ
  16. 2ચમચી મરચું
  17. 1ચમચી કાશ્મીરી મરચું
  18. 1ચમચી ધાણાજીરૂ
  19. 1/2ચમચી હળદર
  20. ૧ ચમચી ગરમ મસાલો
  21. 1/2ચમચી રાઈ
  22. 1/2ચમચી જીરૂ
  23. 1/2ચમચી જીરૂ
  24. 250ગ્રામ ઘઉંનો જાડો લોટ
  25. 50ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
  26. 1ચમચો સુજી
  27. 1ચમચી જીરુ
  28. 1ચમચી તલ
  29. 1/2ચમચી મીઠું
  30. 1/2વાટકી ગરમ પાણી
  31. સ્વાદ અનુસાર મીઠું
  32. 1ચમચી અજમો

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ 500 ગ્રામ મિક્સ શાકભાજી લેવા તેમાં કોબી ગાજર બટેટા વાલોળ દુધી અને રીંગણાં લેવા આ બધા સાથે ઝીણા સમારવા ટામેટાં અને ડુંગળીને પણ સમારવી

  2. 2

    ત્યારબાદ 300 ગ્રામ લીલા બી જેવા કે લીલા વટાણા લીલા ચણા લીલી તુવેર અને પાપડીના બી વગેરે લેવા ટામેટાં અને ડુંગળી ની પેસ્ટ બનાવવી અને લસણ અને આદુની પેસ્ટ બનાવવી તે ઉપરાંત બધા મસાલાઓ કાઢીને તૈયાર રાખવા

  3. 3

    પછી એક કૂકરમાં ત્રણ ચમચી તેલ લઈને ગેસ પર ગરમ કરવું તેમાં 1/2ચમચી રાઈ નાખવી 1/2ચમચી જીરૂ નાખવું ત્યારબાદ ડુંગળી અને ટમેટાની પેસ્ટ નાખવી થોડીવાર ગરમ કરવું તેમાં 2 ચમચા મરચું 1 ચમચો ધાણાજીરૂ 1/2ચમચી હળદર નાખવી 1 ચમચી મીઠું નાખવું તેને બે મિનિટ માટે સાંતળવુ તેમાંથી તેલ છૂટશે એટલે કે બહાર આવશે પછી બધા શાકભાજી નાખવા લીલા દાણા નાખવા ૧ ચમચી ગરમ મસાલો નાખવો થોડું પાણી નાખી સાંતળવું પછી તેલ બહાર આવશે ત્યારે દોઢ ગ્લાસ પાણી નાખી કુકરની પાંચથી છ whistle વગાડવી આમ આપણું શાક તૈયાર થશે

  4. 4

    ફરીથી એક લોયામાં એક ચમચી તેલ લઇ તેમાં એક ચમચી અજમા નાખી એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી ગરમ કરી શાકમાં નાખવું તેથી આપણો તાવો લાલ ચટાકેદાર તૈયાર થશે ત્યારબાદ 250 ગ્રામ ગ્રામ ઘઉંનો જાડો લોટ લેવો 50 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લેવો ૧ ચમચો રવો લેવો આ બધાને કથરોટમાં નાખી તેમાં પાંચ ચમચા તેલ નાખવું 1/2ચમચી મીઠું નાખવું 1 ચમચી જીરૂ નાખવું ૧ ચમચી તલ નાખવા અને બધાને મિક્સ કરવા ત્યારબાદ પાણીને ગરમ કરી આ લોટમાં થોડું થોડું નાખી કઠણ લોટ બાંધવો પછી તેના મોટા લુવા લઈ ને ચાપડી બનાવવી આમ બધી ચાપડી બનાવી લેવી

  5. 5

    એક લોયામાં તેલ નાખી ગરમ કરી ધીમે તાપે ચાપડી તળવી આમ એક પછી એક બધી જ પાડી તળી લેવી ત્યારબાદ ટામેટાની સ્લાઈસ કરવી અને ડુંગળીની પણ સ્લાઈસ કરવી મરચા સાંતળવા અને પાપડ તળવો ત્યારબાદ એક બાઉલમાં શાક કાઢવું તેના ઉપર કોથમીર થી ડેકોરેટ કરવું પછી એક મોટી ડિશમાં તાવો અને ચાપડી સર્વ કરવા સાથે ડુંગળી ની સ્લાઈસ અને ટામેટાની સ્લાઈસ મૂકવી તળેલા મરચા મુકવા પાપડ મૂકવો અને એક ગ્લાસ છાશનો મૂકો આમ આ બધું એક સાથે સર્વ કરવું આમ આપણું ચટાકેદાર અને સ્વાદિષ્ટ તાવો ચાપડી તૈયાર થશે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes