દૂધી-ભાતના થેપલા (Dudhi Bhat Na Thepla Recipe In Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12

દૂધી-ભાતના થેપલા (Dudhi Bhat Na Thepla Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. દોઢ વાટકી ઘઉંનો લોટ
  2. 200 ગ્રામદૂધી
  3. 200 ગ્રામરાંધેલો ભાત
  4. 1/2 વાટકી લીલું લસણ
  5. 1 વાટકીકોથમીર
  6. 3ચમચા તેલ (મોણ માટે)
  7. 2 ચમચીલાલ મરચું
  8. 2 ચમચીધાણાજીરું
  9. 1/2 ચમચી હળદર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1/4 ચમચી હિંગ
  12. 1/4 ચમચી અજમો
  13. 1 ચમચીતલ
  14. 2 ચમચીલસણ-મરચાંની પેસ્ટ
  15. તેલ શેકવા માટે
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ રાંધેલા ભાતમાં મરચું, હળદર, મીઠું, ધાણાજીરું ઉમેરી મિક્સ કરી એકબાજુ મૂકી દો. ત્યારબાદ એક કથરોટ માં લોટ અને ઉપર જણાવેલ બધા જ મસાલા ઉમેરો.

  2. 2

    હવે તે બધા જ મસાલા, ભાત, દૂધી, લીલું લસણ, કોથમીર અને તેલ નું મોણ નાખી લોટ માં બરાબર બધું જ મિક્સ કરી. જરૂર મુજબ પાણી નાખી થેપલા નો સૉફ્ટ લોટ બાંધો.અને 15 મીનિટ પલળવા દો.

  3. 3

    15 મિનિટ પછી લોટ મા ઉપર થી થોડું તેલ નાખી મસળી લો. અને તેના થેપલા વણી શેકી ને ગરમ - ગરમ ચા, દહીં- મેથીનો મસાલો, છુંદો- અથાણું તમને જે યોગ્ય લાગે તેની સાથે સર્વ કરો

  4. 4

    નોંધઃ જો ખટાશ- ગળપણ નાખવું હોય તો લોટ માં દહીં- ખાંડ નાંખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ragini Ketul Panchal
પર

Similar Recipes