ગાર્લિક નાન (Garlic Naan Recipe in Gujarati)

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885

ગાર્લિક નાન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4 કપઘઉં નો લોટ અથવા મેેંદો
  2. 1 ચમચીમીઠું
  3. 1/4 ચમચીબેકિગ પાઉડર
  4. 1/4 ચમચીબેકિગ સોડા
  5. 3 ચમચીદહીં
  6. 1/2 ચમચીખાંડ
  7. 2 ચમચીમોણ માટે તેલ
  8. નવશેકુ પાણી
  9. લસણ ની પેસ્ટ
  10. લીલા ધાણા સુધારેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    લોટ મા બધી સામગ્રી મિક્સ કરી નરમ લોટ બાંધો.

  2. 2

    લોટ ને તેલ થી મસળી લો. ઢાંકી ને 3 કલાક માટે સેટ થવા રાખો.

  3. 3

    નાન વણી લો. તેના પર લસણ ની પેસ્ટ અને કોથમીર લગાવી ફરી વણી લો. જેથી લસણ અને કોથમીર નાન પર ચોંટેલા રહે.

  4. 4

    નાન ની બીજી બાજુ પાણી લગાવો જેથી નાન તવા પર ચોંટે રહે.

  5. 5

    લોખંડ ની તવી નો ઉપયોગ કરવો જેથી નાન તવા પર ચોંટેલ રહે. પાણી વાળો ભાગ તવા પર નાંખો.

  6. 6

    થોડા પરપોટા જેવું લાગે એટલે તવી ને ઉંધી કરો તાપ માં નાન ને સેકો,

  7. 7

    નાન પર ઘી અથવા બટર લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885
પર

Similar Recipes