સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#GA4
#Week25
સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.
પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.
સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.
કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.
ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છે
આ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..
તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ
  1. 250 ગ્રામસરગવાની શીંગ
  2. 4બટાકા મિડીયમ સાઈઝના
  3. વઘાર કરવા માટે
  4. 2ટે.સ્પૂન તેલ
  5. 1 ટી.સ્પૂનરાઈ
  6. 1 ટી.સ્પૂનજીરું
  7. 1/2 ટી.સ્પૂનહિંગ
  8. 1સૂકું લાલ મરચું
  9. 5-7લીમડાના પાન
  10. 1 નંગઝીણું સમારેલું ટમેટું
  11. 1 ટે.સ્પૂન પીસેલું લસણ
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 2 ટી.સ્પૂનલાલ મરચું
  14. 1 ટી.સ્પૂનહળદર
  15. 2 ટી.સ્પૂનધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ બટાકા બાફી લેવા અને ઠંડા પડ્યા બાદ સમારી લેવા.

  3. 3

    સરગવાની સિંગને સારી રીતે ધોઈ, છોલી લેવી. એકસરખા ટુકડા કટ કરવા. ઉછળતા પાણીમાં બાફી લેવી. વધારે ન બફાઈ જાય એ ધ્યાન રાખવું. 15-17 મિનિટમાં કૂક થઈ જાય છે. તેથી 10-12 મિનિટ પછી ચપ્પુ વડે ચેક કરી લેવી. થઈ જાય એટલે વધારાનું પાણી કાઢી ને નીતારી લેવી.

  4. 4

    શીંગ બફાઈ જાય એ દરમિયાન લસણ પીસી લેવું. તથા ટમેટું સમારી લેવું.

  5. 5

    વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ મુકવું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હીંગ, લીમડાના પાન, સૂકા લાલ મરચાંનો વઘાર કરવું. ઝીણા સમારેલા ટામેટાં એડ કરવા. ટામેટાં સંતળાઇ જાય એટલે પીસેલું લસણ એડ કરવું.

  6. 6

    2 મિનિટ સાંતળી ને મીઠું, મરચું, હળદર, ધાણાજીરું એડ કરવું. મિક્સ કરવું. હવે સમારેલા બાફેલા બટાકા એડ કરી હલાવવું.

  7. 7

    ત્યારબાદ બાફેલી શીંગ એડ કરી હળવા હાથે હલાવવું. મિક્સ થઈ જાય એટલે 1-2 મિનિટ સ્લૉ ફલૅમ પર ઢાંકી ને કૂક કરવું.(આ શાક કોરું બનશે. જો ઘટ્ટ શાક જોઈએ તો મસાલા એડ કર્યા પછી થોડું પાણી એડ કરવું)

  8. 8

    સરગવાની શીંગ અને બટાકા નું શાક તૈયાર છે. કોથમીર થી ગાનિઁશ કરી રોટલી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes