ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#Week26
#બ્રેડ
ફોકાસ્યા બ્રેડ એ ઈટાલિયન બ્રેડ છે.જે દેખાવ માં જેટલી ડિલિસીયસ લાગે છે ટેસ્ટ માં એટલી જ ટેસ્ટી લાગે છે.એ શેકી ને કે પછી ગ્રાલિક બ્રેડમાં પણ ઉપયોગ કરી શકો છો.અને તેનો પોતાનો ટેસ્ટ જ એટલો સરસ છે એટલે આમનામ પણ ખૂબ ટેસ્ટી લાગે છે.બહારની બ્રેડ માં યીસ્ટ હોઈ છે.પણ મેં આ યીસ્ટ વગર અને ઓવન વગર બનાવી છે.

ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati)

#GA4
#Week26
#બ્રેડ
ફોકાસ્યા બ્રેડ એ ઈટાલિયન બ્રેડ છે.જે દેખાવ માં જેટલી ડિલિસીયસ લાગે છે ટેસ્ટ માં એટલી જ ટેસ્ટી લાગે છે.એ શેકી ને કે પછી ગ્રાલિક બ્રેડમાં પણ ઉપયોગ કરી શકો છો.અને તેનો પોતાનો ટેસ્ટ જ એટલો સરસ છે એટલે આમનામ પણ ખૂબ ટેસ્ટી લાગે છે.બહારની બ્રેડ માં યીસ્ટ હોઈ છે.પણ મેં આ યીસ્ટ વગર અને ઓવન વગર બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

લોટને રેસ્ટ આપતા ૨ કલાક
૩ વ્યક્તિ
  1. ૨ કપમેંદો(૨૫૦ ગ્રામ)
  2. પેકેટ ઈનો
  3. ૧/૨ ટીસ્પૂનમીઠું
  4. ૧ ટેબલ સ્પૂનખાંડ(દળેલી)
  5. ૧/૨ કપદહીં
  6. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. ૨ ટેબલ સ્પૂનઓલિવ ઓઇલ(ઓપ્શનલ)
  8. ૧/૪ કપરવો અથવા સોજી
  9. ૨ ટેબલ સ્પૂનલસણ(ઝીણું સમારેલું)
  10. ૧ કપટોપીંગ્સ
  11. ૧/૪ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  12. ૨ ટેબલસ્પૂનજેટલું પાણી અને તેલ મિક્સ કરેલ
  13. ૨ ચમચીતેલ લોટ કુણવવા માટે
  14. પાણી જરૂર પૂરતું (અંદાજે 1/2 કપ)

રાંધવાની સૂચનાઓ

લોટને રેસ્ટ આપતા ૨ કલાક
  1. 1

    ➡️ *(મે ટોપીંગ્સમાં ડુંગળી,ટામેટાં,બ્રોકલી,ગાજર,કેપ્સિકમ, લાલ મરચાં,ગાજર લીધા છે.)તમે કાઈ પણ લઈ શકો છો.
    ➡️*માપ માટે આ કપ અને સ્પૂન લેવા
    ➡️*જો બ્રેડ નું મોલ્ડ ન હોઈ તો તપેલી માં પણ કરી શકાય છે.આ કોઈ પણ શેપ માં કરી શકાય.

  2. 2

    સૌ પ્રથમ મેંદો,ખાંડ,મીઠું અને બેકિંગ પાઉડર એક બાઉલ માં ચાળી લો.ત્યારબાદ તેમાં રવો ઉમેરો અને બધું બરોબર મિક્સ કરો.

  3. 3

    પછી તેમાં તેલ,દહીં ઉમેરો અને તેના પર ઈનો નાખી ને થોડું-થોડું પાણી લઇ બધું મિક્સ કરી અને એકદમ સોફ્ટ લોટ બાંધી દો.

  4. 4

    પછી તેને ઢાંકી ને ઓછામાં ઓછો 30 મિનિટ જેટલું સાઈડ પર રાખી દો.
    ➡️*હવે જેમાં બ્રેડ કરવાની છે તે મોલ્ડને તેલ થી ગ્રીસ કરી તેમાં બટર પેપર લગાવી ને તૈયાર કરી દો.

  5. 5

    ત્યારબાદ લોટ માં થોડું તેલ નાખી ને સરસ રીતે મસળી લો.
    અને બ્રેડ જેવો શેપ આપીને તેને મોલ્ડ માં મૂકી દો.
    હવે તેને કપડું ઢાંકી ને ૩૦ મિનિટ સુધી સાઈડ માં મૂકી દો.

  6. 6

    ૩૦ મિનિટ પછી તેમાં હાથનાં ટેરવા થી ખાડા પાડી દો. અને તેમાં 1/2 તેલ-પાણીનું મિશ્રણ રેડી દો.

  7. 7

    ત્યારબાદ તેના પર લસણ પાથરી દો.અને પછી બાકી બધું ટોપીંગ્સ પાથરી દો.
    અને બાકીનું તેલ-પાણી નું મિશ્રણ પણ રેડી દો.અને પછી તેને આંગળી ઓ થી જરાક પ્રેસ કરી દો.એટલે ટોપીંગ્સ બરોબર ચોંટી જાય.

  8. 8

    ત્યારબાદ પેન માં સ્ટેન્ડ કે કાંઠો મૂકીને તેને ૧૦ મિનિટ પ્રિહિટ કરવા મૂકી દો.
    ➡️*તમે પેન ના બદલે ઢોકળિયું પણ લઈ શકો છો.ઢોકળિયા ના ઢાંકણ પર કાઈ કપડું બાંધી લેવું એટલે વરાળ નું પાણી અંદર ન પડે.
    ➡️*મેં પહેલી વખત ઢોકળિયા માં બનાવી હતી. એમાં પણ સરસ બને છે.

  9. 9

    ૧૦ મિનિટ રહી ને તૈયાર કરેલ બ્રેડ ના મોલ્ડને4 પેન માં મૂકી દો.
    અને ૩૦ મિનિટ સુધી એકદમ ધીમા તાપે થવા દો.

  10. 10

    પછી ગેસ બંધ કરી ને તેને ટૂથપિકથી ચેક કરી લો.જો ટૂથપિકને ચોટતી નથી તો તૈયાર છે "ફોકાસ્યા બ્રેડ🍞"

  11. 11

    અને જો ચોંટે તો તેને પાંચ મિનિટ વધારે રાખો ગેસ પર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes