ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
4 servings
  1. ➡️થેપલા બનાવા માટે :-
  2. 300 ગ્રામરાજગરા નો લોટ
  3. 1 નંગબાફેલું બટેટું
  4. 1/2 ટી સ્પૂનતીખા ની ભૂકી
  5. 2 સ્પૂનકોથમીર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. પાણી જરૂર મુજબ
  8. ➡️ સુકી ભાજી બનાવા માટે :-
  9. 4 નંગમોટા બટાકા (બાફેલા)
  10. 1 નંગલીલું મરચું
  11. 1 ટુકડોઆદુ
  12. 2 સ્પૂનકાજુ ના કટકા
  13. 3-4 ટી સ્પૂનતેલ
  14. 1ટી જીરું
  15. 5-6લીમડાના પાન
  16. 1ટી તીખા ની ભૂકી
  17. 2 ટી સ્પૂનલીંબુનો રસ
  18. 2 સ્પૂનકોથમીર
  19. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાજગરા ના લોટ ને ચાળી લો પછી તેમાં બાફેલા બટાકા ને મેસ કરી નાખી દો અને તેમાં તીખા ની ભૂકી, કોથમીર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવાનું અને તેની કણક તૈયાર કરો. થોડીવાર માટે રહેવા દો. કણક ને કઠણ રાખવાનો. જેથી પરાઠા સરસ બનશે. 5-10 મિનિટ માટે રાખી તરતજ પરાઠા વણી ને શેકી લેવાના. જો લોટ ઢીલો પડી જશે તો પરાઠા વણવા માં તકલીફ થશે.

  2. 2

    સૂકી ભાજી બનાવા માટે બાફેલા બટાકા ને સમારી લો અને એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને લીમડાના પાન નાખી વધાર કરો પછી તેમાં આદું, મરચાં અને કાજુ ના કટકા નાખી થોડીવાર સાંતળો પછી બટાકા નાખી અને તેમાં તીખા ની ભૂકી અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવાનું પછી તેને થોડીવાર માટે રહેવા દો. છેલ્લે તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી દો. અને ગેસ બંધ કરી દો. તૈયાર છે સૂકી ભાજી.

  3. 3

    હવે તૈયાર છે ફરાળી થાળી તેને મેં દહીં ચેવડો અને શ્રીખંડ સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes