બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)

બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને પલાળી રાખવા. બાસમતી ચોખા વાપરવાની જરૂર નથી. સોના મસુરી, લચકારી કોલમ વગેરે કોઈ પણ પ્રકારના નાના દાણાવાળા ચોખા વાપરવા. ડ્રાયફ્રુટ કાપી ને તૈયાર કરવા.
- 2
એક પોટના તળિયે ઘી લગાવી લેવું. હવે તેમાં દૂધ ઉમેરીને તેમાં તમાલપત્ર, તજ અને ઈલાયચી ઉમેરવા. દૂધમાં એક ઊભરો આવી જાય એટલે ગેસ નો તાપ ધીમો કરી ને દૂધ ને ૨૫ ટકા જેટલું બળી જાય ત્યાં સુધી ઉકાળવું. હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરીને ચોખા લગભગ ચડી જાય ત્યાં સુધી ઉકાળવું.
- 3
હવે તેમાં ખાંડ ઉમેરી બરાબર હલાવી લઈને ધીમા તાપે જ્યાં સુધી ચોખા એકદમ બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવવું. હવે તેમાં કાપેલા બદામ, કાજુ અને દ્રાક્ષ ઉમેરી હલાવી લેવું. ખીર ને રૂમ ટેમ્પરેચર પર ઠંડી કરી ને ફ્રિજમાં ઠંડી કરવા મુકવી.
- 4
ખીર ને ઠંડી કરીને પીરસવી. આ ખીર હૂંફાળી પણ પીરસી શકાય.
Similar Recipes
-
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
#RC2#Whiterecipe#week2 બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજી ખીર કરતા અલગ પડે છે. તમાલપત્ર અને તજ ની એક સરસ ફ્લેવર આપે છે અને ખીર નો સ્વાદ ખૂબ જ યમ્મી બની જાય છે. Parul Patel -
ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)
#DFT#Diwali21#CookpadIndia#Cookpadgujarati#DRYFRUITSKHEER#kheer#VANDANASFOODCLUBબધાને હેપ્પી દિપાવલીદિવાળી ચાલુ થાય એટલે દરેક ના ઘરમાં અવનવા પકવાન બનતા હોય છે અને ઘણાં લોકો ના ઘરમાં તો વર્ષોથી ચાલી આવતા ટ્રેડિશન પણ હોય જે એજ પકવાન કે ભાડું ઘરમાં દર વર્ષે બને. એવી જ રીતે અમારે ત્યાં પણ એક ટ્રેડિશન છે દર વર્ષે ઘન તેરસ પર લાપસી, પછી કાળી ચૌદશ પર ખીર કે દૂધપાક અને દિવાળી ના દિવસે વેઢમી એટલે પૂરણ પોળી બનાવવા માં આવતી મારી મમ્મી દર વર્ષે આજ બનાવતી અને હવે હું પણ એ ટ્રેડિશન ફોલ્લો કરું છું તો એજ પ્રસંગ ને ધ્યાન માં રાખતા મે આજે ડ્રાય ફ્રૂટસ ખીર બનાવેલ છે. આમ પણ હિન્દુ ટ્રેડિશનમાં ખીર એ દરેક નાના મોટા તહેવાર માં બનાવવા માં આવતી ટ્રેડિશનલટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે. Vandana Darji -
છેના પોડા (Chhena Poda recipe in Gujarati)
છેના પોડા એ ઓડિશા રાજ્ય ની એક ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે. એનો મતલબ થાય છે શેકેલુ પનીર. એવું માનવામાં આવે છે કે છેના પોડા એ ભગવાન જગન્નાથની એક ખૂબ જ પ્રિય મીઠાઈ છે. આ મીઠાઈ દિવાળી અને દુર્ગાપૂજા જેવા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ એક પ્રકારની પનીર માંથી બનતી કેક છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ છે.#ઈસ્ટ#પોસ્ટ6 spicequeen -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર એક એવી મીઠાઇ છે જે કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.આ ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે મંદીરોમાં પણ ધરવામાં આવે છે.મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.#AM2 Nidhi Sanghvi -
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)
સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.#RB13#cookpadindia#cookpad_gu spicequeen -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
ખીર (Kheer Recipe In Gujarati)
#TheChefStory#ATW2ખીર એ દરેક ગુજરતીની મનપસંદ વાનગી છે. Vaishakhi Vyas -
-
મોદુર પુલાવ (Modur pulav recipe in Gujarati)
મોદુર પુલાવ કાશ્મીરમાં બનાવવામાં આવતાં પુલાવ નો પ્રકાર છે જેમાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે છે. આ પુલાવમાં ખાંડ, દૂધ અને કેસર પણ ઉમેરવામાં આવે છે. ખાંડનું પ્રમાણ વધારે નહીં હોવાથી આ પુલાવ ને જમવાની સાથે જ પીરસવામાં આવે છે. મોદુર પુલાવ ને કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન કરી સાથે સર્વ કરી શકાય. મોદુર પુલાવ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ2 spicequeen -
ખીર (Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .#RC2 Rekha Ramchandani -
રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે. Disha Prashant Chavda -
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujaratiસેવઈ ખીર એક ભારતીય મીઠી મીઠાઈ ઘણીવાર ધાર્મિક અને શુભ પ્રસંગોએ બનાવવામાં આવે છે. ખીર પોતે જ એક ખૂબ જ લોકપ્રિય રેસીપી છે. Sneha Patel -
-
ખીર(Kheer recipe in gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitsખીર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. ખીર બનાવવી ખૂબ સરળ છે અને ઝડપ થી બની જાય છે. આ ખીર તમે કોઈ પણ સમયે માણી શકો. Shraddha Patel -
રાજભોગ ખીર
#ઇબુક૧# ૩૩#fruitsઆમ તો બાળકો દૂધ થી દૂર ભાગે છે અને ડ્રાયફ્રૂટસ તો કોઈ ને ગમતા નથી. તો આ એક એવું સોલ્યુશ છે જેના થી આસાની થી બન્ને વસ્તુ ખાઈ લે છે. Chhaya Panchal -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
#GA4#Week8#milkફિરની એટલે ચોખાને પલાળી , પીસી ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ.જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી ડેઝર્ટ બનાવવામાં આવે છે.મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. Palak Sheth -
કેરેમલ પાયસમ ઈન કૂકર (Caramel Payasam In Cooker Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujarati#sweet#dessertપાયસમ એ સાઉથ ઇન્ડીયા ની પરંપરાગત મીઠાઈ છે .જે નાના મોટા પ્રસંગો અને તહેવારો માં ત્યાં બને છે . પયસમ ઘણી રીતે બને છે . સેવિયાં ,મગની દાળ ,તુવેરદાળ ,કે ચોખા ની ખીર એટલે પાયસમ .જે જમવા માં સાથે કે પછી પીરસવા માં આવે છે .મે તેમાં વેરીએસન માટે કેરેમલપાયસમ બનાવ્યું છે એ પણ કુકર મા જે ઝડપ થી બની જાય છે. Keshma Raichura -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#mrવર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે. Jyoti Joshi -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાય ફ્રુટ ફરાળી ખીર(kheer recipe in gujarati)
આ રેસિપી તમે ફરાળ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ..આ ખીર તમે ગરમ અને ઠંડી બેય રીતે ખાઈ શકાય છે.. Meet Delvadiya -
ખીર (પે્શર કૂકર માં) (Kheer Recipe in Gujarati)
ખીર ને જમવામાં કે ચીલ્ડ કરીને ડેઝર્ટ માં સર્વ કરવામાં આવે છે.ખીર ને પ્રસાદમાં પણ મૂકવામાં આવે છે. સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
More Recipes
ટિપ્પણીઓ (18)