મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)

Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312

#AM4
જેના ઘરમાં નાના બાળક હોય અને જે બધા શાકભાજી ના ખાતા હોય તો આ એક હેલ્થી ને ટેસ્ટી ઓપ્શન છે અને સાથે પનીર ને ચીઝ ના લીધે નાના બાળક ને ભાવશે પણ ખરા.તમે બધા આ રેસિપી જરૂરથી ટ્રાઈ કરજો .

મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)

#AM4
જેના ઘરમાં નાના બાળક હોય અને જે બધા શાકભાજી ના ખાતા હોય તો આ એક હેલ્થી ને ટેસ્ટી ઓપ્શન છે અને સાથે પનીર ને ચીઝ ના લીધે નાના બાળક ને ભાવશે પણ ખરા.તમે બધા આ રેસિપી જરૂરથી ટ્રાઈ કરજો .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
  1. 1 કપઘઉનો લોટ
  2. જીણી સમારેલી કોબીજ
  3. જીણી સમારેલી ડુંગળી
  4. જીણા સમારેલા કેપ્સીકમ
  5. ખમણેલું ગાજર
  6. ખમણેલું બીટ
  7. ખમણેલું ફુલાવર
  8. થોડી કોથમીર
  9. ૧૦૦ ગ્રામ પનીર
  10. ચીઝ ક્યુબ
  11. સ્વાદઅનુસારમીઠું
  12. ૧ ચમચીહળદર
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. ૧ ચમચીધાણાજીરું
  15. જીણા સમારેલા મરચા
  16. ૨-૩ ટેબલસ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    એક કથરોટમાં ઘઉનો લોટ લેવો તેમાં પ્રમાણસર મીઠું અને પાણી નાખીને રોટલી જેવો નરમ લોટ બાંધવો અને ઢાંકી ને સાઈડ માં મૂકી દેવો

  2. 2

    હવે એક બાઉલ માં સૌપ્રથમ કોબીજ, ફુલાવર,કેપ્સિકમ, ડુંગળી,બીટ,ગાજર બધાને મિક્સ કરો

  3. 3

    તેમાં પ્રમાણસર મીઠું,હળદર,લાલ મરચું, જીણા કાપેલા લીલા મરચા,ગરમ મસાલો, ધાણાજીરું ને જીણા સમારેલા કોથમીર બધું નાખીને સરખુ મિક્સ કરવું હવે તેમાં પનીર અને ચીઝ બંને પણ છીણી ને ઉમેરવા અને સરખું મિક્સ કરવું

  4. 4

    હવે ઘઉંના લોટનો લુઓ લઈને થોડી રોટલી વણવી હવે તેમાં બધું સ્ટફિંગ ફરી ને ફરી લુઓ વાળી લેવો ને તેની રોટલી વણવી

  5. 5

    હવે ગેસ પર તવો ગરમ કરવા મુકવો તેમાં થોડું તેલ નાખવું તવો ગરમ થાય એટલે પરોઠા ને તવા પર ચડાવવો.

  6. 6

    એક બાજુ થોડો શેકાય એટલે બીજી બાજુ ફેરવવો એમ આ રીતે પરોઠા ને તેલ નાખી સરસ શેકી લેવો

  7. 7

    હવે પરોઠા ને પ્લેટ માં નીકાળી ને પીઝા કટર ની મદદ થી કાપા પાડવા ને વચ્ચેના સ્ટફિંગ માં ખમણેલું ચીઝ નાખી ગાર્નિશ કરવું
    પરોઠા ને દહીં, સોસ, લીલી ચટણી મને પરોઠા ખાટા અથાણા સાથે પણ ભાવે એટલે મેં એની સાથે એ પણ સર્વ કરયુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes