અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#supers
છોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે.

અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)

#supers
છોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minutes
4 persons
  1. 200ગ્રામ કાબુલી ચણા
  2. 3નંગ ટામેટા
  3. 2નંગ કાંદા
  4. 1નંગ એલચો
  5. 1નંગ તજ
  6. 1નંગ તમાલપત્ર
  7. 4નંગ લવિંગ
  8. 7-8લસણ
  9. 1ટુકડો આદુ
  10. 2ચમચી છોલે મસાલા
  11. 1ચમચી ધાણાજીરૂ પાઉડર
  12. 1/2ચમચી આમચૂર પાઉડર
  13. 1ચમચી લાલ મરચું પાઉડર
  14. 1/4ચમચી હળદર
  15. મીઠુ સ્વાદ મુજબ
  16. 1/2ચમચી કસુરી મેથી
  17. 2નાની ચમચી ચા
  18. 1/4ચમચી સોડા
  19. 2ચમચા તેલ
  20. 2નંગ લીલા મરચા ઊભી ચીરી માં કાપેલા

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌપ્રથમ ચણાને ધોઈ 7 થી 8 કલાક પલાળી દેવા. 7 થી 8 કલાક પછી ત્રણ-ચાર પાણીથી ધોઈ ને નીતારી લેવા. બધી તૈયારીઓ કરી લેવી.

  2. 2

    એક તપેલીમાં એક કપ પાણી નાખી તેમાં ચા ની ભૂકી નાંખી ઉકાળી પાણી તૈયાર રાખવું.

  3. 3

    હવે કુકરમાં તેલ નાખી બધા ખડા મસાલા નાખવા. એક મિનિટ પછી તેમાં કાંદાની પેસ્ટ નાખી સાંતળવી ગોલ્ડન બ્રાઉન કલરના થાય પછી તેમાં આદુ - લસણની પેસ્ટ નાખવી એક મિનિટ પછી તેમાં ટામેટાની પ્યુરી નાખવી.

  4. 4

    ટામેટાની પ્યુરી નાખી ને તેમાં મીઠું નાખી બરોબર મિક્સ કરવું. તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં છોલે મસાલો, હળદર, લાલ મરચું પાઉડર,આમચૂર પાઉડર, લીલા મરચાં, ધાણાજીરૂ નાખી મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ સાંતળી લો.

  5. 5

    પછી તેમાં ચણા ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં ૧ કપ પાણી અને ચા વાળુપાણી ઉમેરી મિક્સ કરો. પછી તેમાં સોડા નાખો અને કુકર બંધ કરી ફાસ્ટ ગેસ પર 1 સીટી વગાડવી પછી ગેસ ધીમો કરી 6 સીટી વગાડવી.

  6. 6

    કુકરની સીટી ની વરાળ નીકળી જાય પછી ઢાંકણું ખોલી તેમાં કસૂરી મેથી ઉમેરવી અને મિક્સ કરી એક મિનિટ ગેસ ઉપર રાખો.

  7. 7

    તૈયાર છોલે ને સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes