દાલ બાટી ચુરમુ (Dal baati recipe in Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
શેર કરો

ઘટકો

60 મિનિટ
4 વ્યક્તિ
  1. 1/2 ચમચીહિંગ
  2. 4-5 ચમચીઘી
  3. 2 વાટકીઘઉ નો લોટ
  4. અડધી વાટકી રવો
  5. 1 વાટકીઘી
  6. જરૂર મુજબ તેલ
  7. 1 ચમચીરાઈ
  8. 2 ચમચીજીરૂ
  9. 1 નાની ચમચીઅજમો
  10. 2નાની ડુંગળી
  11. 8-10લસણની કળી
  12. 1 ચમચીઆદુ
  13. 1 ચમચીહળદર
  14. 2-3 ચમચીમરચું
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. અડધી ચમચી ગરમ મસાલો
  17. મગની દાળ
  18. ચણાદાળ
  19. મસુરદાળ
  20. તુવેરદાળ
  21. અડદ દાળ
  22. વાટકીઉપરનીદાળ મિકસ અડધી

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    કથરોટ માં લોટ,રવો,મીઠું મુઠ્ઠી પડતું મોણ લઇ સ્વાદ અનુસાર મીઠું,જીરૂ અજમો નાખી પરોઠા જેવો લોટ બાંધવો.

  2. 2

    કુકર માબે ચમચી ઘી મૂકી લોટ માંથી ગોળ બાટી વાળો કુકર ગરમ કરી થોડા થોડા અંતરે બાટી મૂકો ઢાં કી થવા દયો તાપ ધીમા રાખવો થોડી વારે હલાવતા રહેવું બધી બાજુ ગુલાબી થઇ જાય એટલે ડિસ માં કાઢી લેવી ઉપર ઘી રેડવું

  3. 3

    દાળ ધોઇલેવી કૂકરમાં 3થી 4 ચમચી ઘી મૂકી તેમાં રાઈ,જીરૂ,નાખી તતડે એટલે જીની સમારેલી ડુંગળી નાખી હલાવી તેમાં આદુ,લસણ ની પેસ્ટ નાખી સાતલવું તેમાં હળદર,મરચુ નાખી દાળ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી સ્વાદ મુજબ મીઠું તથા ગરમ મસાલો નાખો હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ત્રલ સિટી વગાડવી

  4. 4

    3 થી4 બાટી નો ભૂકો કરી મિકચર માં કરકરો દળી તેમાં ગરમ ઘી તથા ગોળ ના ખી ચુરમુ કરવું

  5. 5

    દાળ માં તડકા માટે કડાઈ માં 4 થી6 ચમચી ઘી લઈ ગરમ થાય એટલે 2 ચમચી કાશ્મીરી મરચુ નાખી દાળ માં ઉપર વઘાર કરવો

  6. 6

    તો તૈયાર છે દાળ બાટી ચુરમુ એની સાથે લસણની ચટણી,ઘી ગોળ,મસાલા છાશ સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes