વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)

Viraj Naik
Viraj Naik @VirajNaik
Amalsad, Navsari

એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં.

વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)

એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ min
૪-૫
  1. ૨ ચમચીઘી
  2. ૧ ચમચીતેલ
  3. ખડા મસાલા
  4. ૩ કપરાંધેલો ભાત
  5. ૧ કપદહીં
  6. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  7. ૨ ચમચીઆદુ મરચા પેસ્ટ
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  10. ૧-૧/૨ ચમચી ધાણજીરૂ
  11. ૧/૨ ચમચીબિરયાની મસાલા
  12. ૧/૪ કપતળેલી ડુંગળી
  13. સમારેલી ડુંગળી
  14. સમારેલું કેપ્સીકમ
  15. ૧-૧/૨ કપ બાફેલા શાક (ફ્લાવર, ગાજર, ફણસી ભેગું)
  16. ફુદીનો
  17. મીઠું
  18. આખું જીરું
  19. કોથમીર
  20. તળેલા કાજુ
  21. ૨ ચમચીકેસર વાળું દૂધ
  22. કેવડા નું પાણી
  23. કોલસો

રાંધવાની સૂચનાઓ

૪૫ min
  1. 1

    એક મિક્સર જાર લઇ એમાં 1/2 દહીં અને ૩ ચમચી બીરસ્તો ઉમેરી સ્મુથ પીસી લો, એક બોલ માં કાઢી લો.

  2. 2

    હવે બોલ માં બાકી નું દહીં, આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી દો, બિરયાની મસાલા, હળદર, લાલ મરચું, કોથમીર, બિરસ્તો, મીઠું ઉમેરી બરાબર ફેંટી લો, એમાં બાફેલા શાક ઉમેરી બાજુ પર રાખો

  3. 3

    હવે એક હેવી બોટમ કઢાઈ લઇ એમાં તેલ અને ઘી ઉમેરી જીરું તેમજ ખડા મસાલા ઉમેરી દો, લાંબી સમારેલી ડુંગળી ઉમેરી થોડી સાંતળો, સમારેલું કેપ્સીકમ ઉમેરો

  4. 4

    હવે તૈયાર કરેલ મેરીનેસંન ઉમેરી બધું મિક્સ કરો, ફુદીનો ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી કુક કરો.

  5. 5

    હવે એમાંથી થોડું મિશ્રણ કાઢી લઇ બચેલા મિશ્રણ ઉપર રાંધેલા ભાત નું એક લેયર કરો, ઉપર બિરસ્ટો, ફુદીનો ઉમેરો, થોડું ઘી ઉમેરી દો, ફરી શાક નું લેયર કરી ઉપર ભાત નું.લેયર કરો.

  6. 6

    ઉપર કેસર વાળું દૂધ, કાજુ, બીરસ્ટો તેમજ ઘી ઉમેરો, ઢાંકી ને દમ આપી દો.

  7. 7

    ગરમ કોલસા પર ઘી રેડી ધ્રુંગર આપી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (42)

Cook Today
Viraj Naik
Viraj Naik @VirajNaik
પર
Amalsad, Navsari
YouTuber | Artist | Rangoli Artist | Entrepreneur | Cooking Expert at Colors Gujarati Rasoi Show | Food Bloggerhttps://youtu.be/dWF5lcxDbhc
વધુ વાંચો

Similar Recipes