હાંડવો (Handvo Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#Fam

હાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો.

હાંડવો (Handvo Recipe In Gujarati)

#Fam

હાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. 4 વાડકીખીચડીયા ચોખા
  2. 1 વાડકીચણાની દાળ
  3. 4 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  4. 1 કપકાચા શીંગદાણા
  5. 2 ચમચીતલ
  6. 2/3સૂકા લાલ મરચાં
  7. 3લવિંગ
  8. 2નાના ટુકડા તજ
  9. 500 ગ્રામદુધી
  10. 250 ગ્રામખાટું દહીં
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીહળદર
  13. ચપટીહિંગ
  14. 1 ચમચીરાઈ
  15. 1 ચમચીજીરૂ
  16. 4ચમચા વઘાર માટે તેલ
  17. મીઠો લીમડો
  18. મીઠું સ્વાદાનુસાર
  19. 3 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા દાળ અને ચોખાને બરાબર ધોઈ અને પાંચથી છ કલાક સુધી પલાળી રાખવા પછી તેને પાણી કાઢી લઇ મિક્સર જારમાં દહીં ઉમેરતા જવું અને પીસી લેવું.

  2. 2

    હવે ખીરાને સારી રીતે મિક્સ કરીને ચારથી પાંચ કલાક સુધી આથો લાવવા માટે મુકી રાખો. ઉનાળામાં આથો જલ્દી આવી જાય છે.

  3. 3

    હવે આથો આવી જાય પછી ખીરાને એકસરખું મિક્સ કરી તેમ મસાલો કરીશુસૌથી પહેલા છીણેલી દૂધી, આદુ-મરચા-લસણની પેસ્ટ, લાલ મરચું, હળદર, મીઠું સ્વાદાનુસાર, ૩ ચમચી દળેલી ખાંડ ઉમેરીને બધું મિક્સ કરી લો.

  4. 4

    હવે ખીરામાં વગર કરીશું. એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, લાલ સૂકા મરચાં, લવિંગ, તજ, કાચા શીંગદાણા, તલ, મીઠો લીમડો, હિંગ ઉમેરી બધું સંતળાઈ જાય એટલે વઘાર ખીરામાં રેડી દેવો અને બધું બરાબર મિક્સ કરી લેવું.

  5. 5

    હવે ખીરામાં કુકિંગ સોડા ઉમેરીને બધું જ સારી રીતે મિક્ષ કરી લેવું. હવે કડાઈમાં બે ચમચી તેલ ઉમેરીને પછી તેમાં તલ અને મીઠો લીમડો ઉમેરી 2 ચમચા ખીરુ ઉમેરવું. હળવા હાથે ખીરું સરખું કરી પાંચ મિનિટ સુધી થવા દેવું. પછી બીજી સાઈડ ફેરવી ચાર મિનિટ સુધી થવા દેવું.

  6. 6

    તો હાંડવો તૈયાર છે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes