સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe

Parul Patel
Parul Patel @Parul_25

#Fam
ઉનાળામાં કેરીનો રસ દરેકના ઘરમાં બનતો જ હોય છે. મારા ઘરમાં કેરીનો રસ બધાને ખૂબ જ ફેવરિટ છે. અહીં મેં કેરીના રસ સાથે ભીંડા નું શાક, મગની છુટ્ટીદાળ, ભાત, ફજેતો અને સાથે ફૂલકા રોટલી બનાવી છે. સાથે ખાટું અથાણું સર્વ કર્યું છે.

સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe

#Fam
ઉનાળામાં કેરીનો રસ દરેકના ઘરમાં બનતો જ હોય છે. મારા ઘરમાં કેરીનો રસ બધાને ખૂબ જ ફેવરિટ છે. અહીં મેં કેરીના રસ સાથે ભીંડા નું શાક, મગની છુટ્ટીદાળ, ભાત, ફજેતો અને સાથે ફૂલકા રોટલી બનાવી છે. સાથે ખાટું અથાણું સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 🔶રોટલી માટે :
  2. ૨ કપઘઉંનો લોટ
  3. 1 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 🔶રસ માટે :
  6. 2 કિલોમીઠી કેસર કેરી
  7. 2 ચમચીખાંડ
  8. 1/2 કપપાણી
  9. ગાર્નિશ માટે
  10. 1 ચમચીસૂંઠ પાઉડર
  11. 🔶ભાત માટે
  12. 1 કપચોખા
  13. જરૂર મુજબ પાણી
  14. 🔶ભીંડા ના શાક માટે :
  15. 500 ગ્રામલીલા અને સોફ્ટ ભીંડા
  16. 2 મોટા ચમચાતેલ
  17. ચપટીહિંગ
  18. 1 ચમચીરાઈ
  19. 1 ચમચીમેથી
  20. 1 ચમચીજીરુ
  21. 1 ચમચીહળદર
  22. 1 ચમચીધાણાજીરૂ
  23. 2 ચમચીલાલ મરચું
  24. મીઠું સ્વાદાનુસાર
  25. 🔶છુટ્ટી મગની દાળનું શાક :
  26. 2 કપમગની મોગર દાળ
  27. 1 મોટો ચમચોતેલ
  28. 1 ચમચીરાઈ
  29. 1 ચમચીજીરુ
  30. 1 ચમચીહળદર
  31. 1 ચમચીલાલ મરચું
  32. 2સૂકા લાલ મરચા
  33. ચપટીહિંગ
  34. મીઠું સ્વાદનુસાર
  35. 🔶ફજેતો બનાવવા માટે :
  36. 2 કપકેરીનો રસ
  37. 2 કપપાણી
  38. 2 ચમચીઘી
  39. ચપટીહિંગ
  40. 1 ચમચીજીરૂ
  41. 1સૂકું લાલ મરચું
  42. 10મીઠા લીમડાના પાન
  43. તજ
  44. લવિંગ
  45. 1લીલું મરચું બારીક સમારેલું
  46. 1 ચમચીહળદર
  47. 1 ચમચીલાલ મરચું
  48. 1 ચમચીખાંડ
  49. મીઠું સ્વાદ અનુસાર
  50. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    રોટલી બનાવવા માટે સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને જરૂર મુજબ પાણી એડ કરીને લોટ બાંધી લો. પછી તેને તેલથી બરાબર મસળી લો. લોટ ને 30 મિનિટ માટે રેસ્ટ આપો. લોટમાંથી લુઆ બનાવી રોટલી વણીને શેકી લો. સર્વ કરવા માટે રોટલી રેડી છે.

  2. 2

    રસ બનાવવા માટે સૌપ્રથમ કેરી ને ધોઈને લૂછી લો. પછી તેને છોલીને તેના ટુકડા કરી લો. એક તપેલીમાં કેરીના ટુકડા માં ખાંડ અને પાણી એડ કરવું બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો. પછી તેને ગરણી થી ગાળી લો. તો રેડી છે મીઠો આમ રસ. તેને સૂંઠ પાઉડર થી ગાર્નીશ કરો.

  3. 3

    ભાત બનાવવા માટે ચોખાને બે-ત્રણ પાણીથી ધોઈ લો. પછી એક મોટી તપેલીમાં નીચે થોડું પાણી એડ કરો. અને મોટી તપેલી ની અંદર નાની તપેલી મૂકી તેમાં ધોયેલા ચોખા એડ કરી ભાત બનાવવા માટે ધીમા ગેસ પર કુક થવા દો. 20 મિનિટ માં ભાત રેડી થઈ જશે. સર્વ કરવા માટે ભાત રેડી છે.

  4. 4

    ભીંડા નું શાક બનાવવા માટે લીલા અને સોફ્ટ ભીંડા લો. ભીંડા ને ધોઈને લૂછી લો. પછી તેને ચોપ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. પછી તેમાં મેથી, જીરું, રાઈ અને હિંગનો વઘાર કરો. હવે હળદર અને ભીંડા એડ કરો. પછી તેમાં મીઠું એડ કરીને બરાબર હલાવી લો. દસ મિનિટ મીડીયમ ફ્લમ પર કુક થવા દો. પછી છેલ્લે મરચું એડ કરો. ભીંડા ના શાક ને પાંચ મિનિટ કુક થવા દો. મરચું છેલ્લે નાખવાથી ભીંડા નો કલર લીલો રહેશે. સર્વ કરવા માટે ભીંડા નું શાક રેડી છે.

  5. 5

    છુટ્ટી મગ ની દાળ બનાવવા માટે સૌપ્રથમ મગની દાળને ત્રણ-ચાર વખત ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. પછી તેને ૩૦ મિનીટ સુધી પલાળી રાખો. કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ, જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં સૂકા લાલ મરચાં, હળદર અને લાલ મરચું એડ કરો. હવે તેમાં મગની દાળ અને મીઠું એડ કરીને બરાબર હલાવી લો. પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરીને હલાવી લો. ઢાંકણું ઢાંકીને કુક થવા દો. દાળ ની વચ્ચે વચ્ચે હલાવતા રહો. છુટ્ટી મગની દાળનું શાક રેડી છે.

  6. 6

    ફજેતો બનાવવા માટે સૌપ્રથમ કેરીને ધોઇને સમારી લો. પછી કેરીના ટુકડાને ક્રશ કરી લો તેનો પલ્પ બનાવી લો. એક બાઉલમાં કેરીનો પલ્પ અને પાણી મિક્સ કરીને રેડી કરી લો. હવે તપેલીમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય પછી જીરું અને હિંગનો વઘાર કરો. પછી તેમાં લાલ મરચું, તજ લવિંગ,મીઠો લીમડો એડ કરો પછી તેમાં લીલું મરચું હળદર લાલ મરચું એડ કરી તરત જ ફજેતા નું મિશ્રણ એડ કરીને મિક્સ કરી લો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ એડ કરી મિક્સ કરી ચારથી પાંચ મિનિટ થવા દો ફજેત અને કોથમીરથી ગાર્નિશ કરો સર્વ કરવા માટે ફજેતો રેડી છે.

  7. 7

    કેરીનો રસ, ભીંડા નું શાક, છુટ્ટી મગની દાળ, ભાત, ફજેતો, અથાણું અને ફુલકા રોટી રેડી છે. સમર સ્પેશિયલ ગુજરાતી થાળી રેડી છે. ગુજરાતી થાળી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes