સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૫ મીનીટ
૨ વ્યક્તિ
  1. પુરણ પૂરી માટે
  2. ૨ કપતુવેર દાળ
  3. ૩ કપખાંડ
  4. પાણી (જરૂર મુજબ)
  5. બટેકા નું શાક બનાવવા માટે
  6. ૨૫૦ ગ્રામ બટાકા
  7. ૩ ટેબલ સ્પૂનતેલ
  8. રાઈ
  9. જીરુ
  10. હિંગ
  11. લાલ મરચા
  12. તમાલપત્ર
  13. મીઠું
  14. મરચું
  15. હળદર
  16. ધાણાજીરું
  17. ગરમ મસાલો
  18. પાણી
  19. ભીંડા નું શાક બનાવવા માટે
  20. ૨૫૦ ગ્રામ ભીંડા
  21. ૩ ટેબલ સ્પૂનછાશ
  22. રાઈ
  23. જીરું
  24. હિંગ
  25. મીઠું
  26. મરચું
  27. હળદર
  28. ધાણાજીરું
  29. ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૫ મીનીટ
  1. 1

    પુરણ પૂરી બનાવવા માટે

    સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈ લો પછી તેને કુકરમાં ચારથી પાંચ સીટી વગાડી બાફી લો પછી દાળને કાઢી લો ત્યારબાદ એક કડાઈમાં તુવેરની દાળ લો.ત્યાર બાદ તેમાં ખાંડ નાખી ખૂબ જ હલાવો એકદમ ઘટ્ટ થઈ જાય ત્યારબાદ તેને નીચે ઉતારી ઠંડું થવા દેવું.

  2. 2

    પછી રોટલીના લોટમાં પૂરણ મૂકી વણી તેને શેકી લેવી.

  3. 3

    બટાકાના શાક બનાવવા માટે

    સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ લાલ મરચા તમાલપત્ર નાંખી વઘાર કરો ત્યારબાદ તેમાં સમારેલા બટાકા નાખી હલાવી લો પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો નાખી હલાવો ત્રણથી ચાર સીટી વગાડી લો ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી લો.

  4. 4

    ભીંડા નું શાક બનાવવા માટે

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં સમારેલો ભીંડો નાખી પછી તેમાં છાશ મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો નાખી હલાવી તેને થોડીવાર મીડીયમ તાપે રાખીને તેને હલાવતા રહો પછી ભીંડો થઈ જાય પછી તેને નીચે ઉતારી કોથમીરથી ગાર્નિશ કરો.

  5. 5

    પોરણ પૂરી ની સાથે બટાકાનું શાક,ભીંડા નું શાક, સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

ટિપ્પણીઓ

Parul Kesariya
Parul Kesariya @cook_29602118
Hello dee.. tamari recipe par thi me try kari… thanks for sharing this recipe.

Similar Recipes