ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે ફૂલકા રોટલી ની રેસિપી આપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીધઉં નો લોટ
  2. 2 ટી સ્પૂનતેલ
  3. અટામણ નો લોટ જરૂર મુજબ
  4. ચોક્ખું ઘી જરૂર મુજબ
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    રોટલી નો લોટ બાંધી લો. લોટ તેલ નાખી સરસ કુણપી લો. લોટ રોટલી સરસ વણાય એવો રાખવો.થોડી વાર પછી લુવા બનાવી લેવા.

  2. 2

    ગેસ પર લોઢી મૂકી તપાવો.હવે સમથળ રોટલી વણી લોઢી પર ઉંધી નાખો.

  3. 3

    અને તરત જ પલટાવી નાખો.બીજી બાજુ સરસ ચડી જાય,પણ બળી ન જાય એ રીતે પકાવવી. પછી ચિપયા વડે ઉપાડી લોઢી ગેસ પરથી લઈ રોટલી નો કાચો ભાગ ભઠ્ઠા માં નાખી ચીપિયા વડે પકાવી લો એટલે રોટલી ફૂલી ને દડો થઈ જશે.

  4. 4

    બસ બધી રોટલી આ રીતે બનાવી લો.અને ઘી ચોપડી ગરમા ગરમ પીરસી દો.

  5. 5

    ફૂલકા રોટલી પાચન માં હલકી છે અને સરસ પાકી જાય છે કાચી રહેતી નથી.સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે.

  6. 6

    ગુજરાતી થાળી માં મુખ્ય ખોરાક રોટલી જ હોય છે.રોટલી સાથે કોઈપણ શાક,રસ, દાળ, ભાત,અથાણું, ચટણી,બધુ ચાલે.રોટલી વગર ની ગુજરાતી થાળી ખરેખર અધૂરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes