કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#EB
#Week8
#RC1
#cookpadindia
#cookpadguj

કૉર્ન એટલે કે મકાઈમાં શરીરના પોષણ માટે જરુરી દરેક પ્રકારના મિનરલ્સ હોય છે. મકાઈ જેવા હેલ્ધી ફૂડને તમે બ્રેકફાસ્ટ, લંધ અને ડિનર સિવાય નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. મકાઈમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને ફ્લેવેનૉઈડ તત્વોને કારણે આ કેન્સર જેવી ખતરનાક બીમારીના ખતરાને પણ ઓછો કરે છે.

કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

#EB
#Week8
#RC1
#cookpadindia
#cookpadguj

કૉર્ન એટલે કે મકાઈમાં શરીરના પોષણ માટે જરુરી દરેક પ્રકારના મિનરલ્સ હોય છે. મકાઈ જેવા હેલ્ધી ફૂડને તમે બ્રેકફાસ્ટ, લંધ અને ડિનર સિવાય નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. મકાઈમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને ફ્લેવેનૉઈડ તત્વોને કારણે આ કેન્સર જેવી ખતરનાક બીમારીના ખતરાને પણ ઓછો કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. કોર્ન ઉપર છાંટવા મસાલો બનાવવા
  2. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  3. ૧/૨ ટી સ્પૂનજીરુ પાઉડર
  4. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  5. ૧/૨ ટી સ્પૂનમીઠું
  6. ૧/૨ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  7. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. ધાણા ફુદીના ચટણી
  9. સમારેલા half બાઉલ ધાણા
  10. સમારેલા થોડા ફુદીના પાન
  11. લીંબુ નો રસ
  12. ૧ ટી સ્પૂનખાંડ
  13. ૨ ટેબલ સ્પૂનદાળિયા
  14. જીરૂં પાઉડર
  15. મીઠું
  16. થોડાબરફ ના ટુકડા
  17. ભેળ બનાવવા
  18. ૨ નંગબાફેલા મકાઈના દાણા
  19. ૧ નંગસમારેલા કાંદા, ટામેટા
  20. ૨ ટેબલ સ્પૂનકાચી કેરી ના ટુકડા
  21. ૧ નંગનાનું સમારેલું લીલું મરચું
  22. ૧ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  23. ૧ ટેબલ સ્પૂનચોખા નો લોટ
  24. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  25. સ્વાદ પ્રમાણેમીઠું
  26. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેહલા અમેરિકન કોર્ન લઈ ચિત્ર માં બનાવ્યા પ્રમાણે કટ કરવા.
    પછી ચિત્ર માં બતાવ્યાં પ્રમાણે ટૂથ પિક માં કરવા.

  2. 2

    હવે ટૂથ પિક વાળા કોર્ન ને મીઠું અને ખાંડ નાખી બાફી લેવા. જેથી કલર ખૂબ સરસ પીળા આવે.
    બીજા કોર્ન ને આ રીતે આખા બાફી ને દાણા નીકાળવા.

  3. 3

    ટૂથ પિક વાળા કોર્ન ને કપડા પર બરાબર સૂકવી દો જેથી પાણી ના રહે.હવે તેમાં કોર્ન ફ્લોર,ચોખા નો લોટ,મીઠું અને મરી પાઉડર અને ૧ ચમચી જેવું જ પાણી નાખી બરાબર હલાવી તેલ માં તળી લેવા.ફાસ્ટ flame પર થોડા ક્રિસ્પી તળવા.

  4. 4

    હવે સર્વ કરવા ના ટાઈમ પર તેમાં કોર્ન ઉપર છાંટવા મસાલો અને લીંબુ રસ અને ધાણા ફુદીના ચટણી,કાંદો, લીલા ધાણા નાખી સર્વ કરવા.

  5. 5

    હવે બીજા મકાઈ માંથી દાણા કાઢી તેમાં ટામેટા,કાંદા,કાચી કેરી,ધાણા ફુદીના ચટણી અને મસાલા નાખી હલાવી ને સર્વ કરવું.

  6. 6

    અમેરિકન મકાઈ સ્વાદ માં મીઠા હોય છે.તો તેમાંથી બનતી ભેળ ખૂબ જ સરસ લાગે છે. અત્યારે આ મોન્સુન સીઝન માં મકાઈ સરસ મળે છે તો આ ડીશ બનાવો અને ફેમિલી સાથે ખાવાની મજા લો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes