કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#RC1
આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.

કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)

#RC1
આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૧/૪ કપકોર્ન ફ્લોર
  2. ૩/૪ કપ પાણી
  3. ૧/૨ કપખાંડ
  4. ૧/૨ કપપાણી
  5. ૨-૩ ડ્રોપ યેલો ફૂડ કલર
  6. ૧-૨ ડ્રોપ પાઈનેપલ એસેન્સ
  7. ૪-૫ ટી સ્પૂન ઘી
  8. ૨ ટી સ્પૂનમગજતરી ના બી
  9. ૨ ટી સ્પૂનબદામ પિસ્તા ની કતરણ
  10. ડેકોરેશન માટે
  11. બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ એક બાઉલ માં કોર્ન ફ્લોર લો અને તેમાં પાણી નાખો.હવે હલાવી ને એક બેટર તૈયાર કરી લો.તેને થોડીવાર એક બાજુ મૂકી દો.

  2. 2

    હવે એક કડાઈમાં ખાંડ લો તેમાં પાણી નાખો અને ધીમા તાપે ગરમ કરો.હવે તેને બધી ખાંડ ઓગળી જાય અને થોડી ચીકાશ વાળી ચાસણી જેવું થાય એટલે તેમાં કોર્ન ફ્લોર વાળું મિશ્રણ ઉમેરી દો.

  3. 3

    હવે તેને ધીમા તાપે સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે.થોડી જ વાર મા મિશ્રણ ટ્રાન્સપરન્ટ થવા લાગશે.હવે તેમાં એક એક ચમચી ઘી ઉમેરતા જાવ આવી રીતે બધું જ ઘી ઉમેરતા જવું અને હલાવતા જવું..હવે તેમાં ફૂડ કલર અને એસેન્સ ઉમેરી દો.ત્યાર બાદ તેમાં મગજતરી ના બી અને બદામ પિસ્તા ની કતરણ પણ ઉમેરી દેવી.હવે તેને જ્યાં સુધી મિશ્રણ કડાઈ થી છૂટું ના પડે ત્યાં સુધી સતત હલાવતા રહો.

  4. 4

    થોડી વાર હલાવસો એટલે મિશ્રણ ઘટ્ટ થવા લાગશે અને કડાઈ મા ચિપકસે નહિ.મિશ્રણ ઘટ્ટ થાય એટલે એક ગ્રીસ કરેલા મોલ્ડ મા પાથરી દો.મે અહી થોડું જ માપ લીધું છે એટલે થોડા જ પીસ તૈયાર થશે.તેને ૨ થી ૩ કલાક માટે સેટ થવા દો.ઉપર થોડી બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો.ગરમ હોય એટલે તે તરત ચોંટી જશે.

  5. 5

    હવે ઠરી જાય પછી તેના કાપા પાડી લો.એક સર્વિંગ પ્લેટ મા ગોઠવી દો.

  6. 6

    તો તૈયાર છે મુંબઈ નો ફેમસ કરાચી હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes