ઇન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
શેર કરો

ઘટકો

20 મિનિટ
૩-૪
  1. ૨ કપચોખાનો લોટ
  2. ૧ કપમેંદો
  3. ૧/૪ ટીસ્પૂનહળદર
  4. ચપટીહિંગ
  5. ૧ ટી સ્પૂનમરચું પાઉડર
  6. ૨ ટેબલ સ્પૂનતલ
  7. ૨ ટેબલ સ્પૂનમાખણ/ બટર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ કપપાણી
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચકરી નો લોટ બાંધવા માટે એક બાઉલ માં ૨ કપ ચોખાનો લોટ અને એક કપ મેંદો લો.હવે તેમાં હિંગ, હળદર, મરચું પાઉડર,તલ,માખણ મીઠું અને પાણી એડ કરી મીડીયમ લોટ બાંધી લો.

  2. 2

    હવે ચકરી પાડવા ના સંચા ને તેલથી ગ્રીસ કરી લો જેથી કરીને ચકરી સહેલાઈથી પડી શકે. ત્યારબાદ તેમાં સ્ટાર શેપ ની પ્લેટ ફીટ કરી દો.હવે ર્બાંધેલા લોટમાંથી એક લુવો લઇ અને સંચામાં ભરી લો. હવે સંચા નું ઢાંકણ ઢાંકી લો.

  3. 3

    હવે બધી ચકરી પાડી લો.એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ બધી ચકલીને મીડીયમ આંચ પર ડીપ ફ્રાય કરી લો.

  4. 4

    તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ચકરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

Similar Recipes