ટ્રેડિશનલ વર્મીસેલી ખીર (Traditional Vermicelli Kheer Recipe In Gujarati)

#RC1
#yellowcolorrecipe
#cookpad_gu
#cookpadindia
ટ્રેડિશનલ વર્મીસેલી(સેવૈયા) ખીર (
ગુજરાતી શબ્દ સેવૈયા નો અર્થ અંગ્રેજી ભાષામાં વર્મીસેલી છે અને દક્ષિણ ભારતમાં સેમિઆ કહેવામાં આવે છે. ખીર દૂધથી બનેલી વાનગી જેવી ખીર છે પણ પશ્ચિમી પુડિંગ્સ જેટલી થીક નથી અને વહેતી સુસંગતતા છે.
આ રેસીપી બનાવવા માટે વધુ સમય લાગતો નથી અને લગભગ 20 થી 25 મિનિટમાં આખી ડીશ એકસાથે આવે છે.
આ ખીર ને કોઈ પણ મેહમાન આવે ત્યારે પણ ઝડપ થી બનાવી ને સર્વ કરી શકાય છે. અને પ્રસાદ માં પણ ભોગ મૂકી શકાય છે.
મેં આજે વર્મીસેલી instant mix માંથી આ ખીર બનાવી છે જે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બની છે.
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર (Traditional Vermicelli Kheer Recipe In Gujarati)
#RC1
#yellowcolorrecipe
#cookpad_gu
#cookpadindia
ટ્રેડિશનલ વર્મીસેલી(સેવૈયા) ખીર (
ગુજરાતી શબ્દ સેવૈયા નો અર્થ અંગ્રેજી ભાષામાં વર્મીસેલી છે અને દક્ષિણ ભારતમાં સેમિઆ કહેવામાં આવે છે. ખીર દૂધથી બનેલી વાનગી જેવી ખીર છે પણ પશ્ચિમી પુડિંગ્સ જેટલી થીક નથી અને વહેતી સુસંગતતા છે.
આ રેસીપી બનાવવા માટે વધુ સમય લાગતો નથી અને લગભગ 20 થી 25 મિનિટમાં આખી ડીશ એકસાથે આવે છે.
આ ખીર ને કોઈ પણ મેહમાન આવે ત્યારે પણ ઝડપ થી બનાવી ને સર્વ કરી શકાય છે. અને પ્રસાદ માં પણ ભોગ મૂકી શકાય છે.
મેં આજે વર્મીસેલી instant mix માંથી આ ખીર બનાવી છે જે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દૂધ નો એક ઉભરો લઈ એમાં વર્મીસેલી ઇન્સ્ટન્ટ મિક્સ ઉમેરી ૨૦ મિનીટ સુધી સતત હલાવવું.
- 2
થોડું ઉકળવા લાગે એટલે લેમન યેલો ફુડ કલર ઉમેરી મિક્સ કરવું. એટલે ખીર નો કલર પીળો થઈ જશે.
- 3
૨૦ મિનિટ સુધી સતત હલાવ્યા બાદ વર્મીસેલી ખીર તૈયાર થઈ જશે.
- 4
બદામ, પીસ્તા, દ્રાક્ષ, કાજૂ, ઇલાયચી ની કતરણ થી ગાર્નિશ કરવું અને ગુલાબ ની પાંખડી પણ ગાર્નિશ માટે યુઝ કરવી. ગરમ અથવા ઠંડુ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#mrવર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે. Jyoti Joshi -
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ
#childhood#cookpadindia#cookpadgujaratiમમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે. Ranjan Kacha -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
વર્મીસેલી ખીરને સિવૈયા ખીર પણ કહેવાય છે. રોસ્ટેડ વર્મિસિલી ને ઘીમાં શેકી, દૂધમાં ઉકાળીને બનાવાય છે. ખૂબ જ ટેસ્ટી સ્વીટ ડીશ છે.મને યાદ છે.. નાનપણમાં મમ્મી રોટલી બનાવી રહે પછી એ જ કથરોટમાં ઝીણો ઘંઉનો(મલમલના કપડાથી ચાળેલો) લોટ બાંધીને રેસ્ટ આપવા મૂકી દે અને જેવું રસોડું પતે તરત જ સિવૈયા પાડવા લાગે.. ખાસ વરસાદની સીઝનમાં પંખા નીચે જ સૂકવીને બને. ડબા ભરી મૂકી દેવાય.. જ્યારે મહેમાન આવે કે તહેવાર હોય ત્યારે સ્વીટ ડીશમાં બને.હવે આ બધી વસ્તુઓ તૈયાર અને મશીનમાં બનાવેલી હોય પહેલા જેવો ટેસ્ટ તો ન જ આવે પણ ધીમા તાપે ધીરજથી અને પરફેક્ટ માપથી બનાવાતી વાનગીઓ એટલી જ પ્રિય છે. Dr. Pushpa Dixit -
સેવૈયા / વર્મીસેલી ખીર (Sevaiya / Vermicelli Kheer Recipe In Gujarati)
#MDC#Mother's Day Recipe Challengeમારા મમ્મીને નાનપણથી બનાવતા જોતી પછી હું પણ બનાવતા શીખેલી. સિવૈયા ઘરે બનાવવા તેઓ રોટલીનાં લોટને મસ્લીન કાપડમાં ચાળી, લોટ બાંધી ૨-૩ કલાક રેસ્ટ આપી બપોરે બનાવતાં. લોટમાં એટલો ખેંચાવ આવતો કે તે એકદમ પાતળી, સફેદ અને સરસ બનતી. ઘરમાં જ પંખા નીચે થાળીમાં સૂકવે. અને સાંજે ડબામાં ભરી લેવાની. આ કાર્યક્રમ ૧ અઠવાડિયું ચાલે ત્યારે ૧ કિ. નો ડબો ભરાય.લગ્ન પછી દીકરી ઘરે રોકાવા આવે અને પછી વિદાય કરે ત્યારે ઘરનાં બનાવેલા વડી, પાપડ અને સિવૈયા બીજી મિઠાઈ અને ગીફ્ટ સાથે આપતી. આ રિવાજ જ માનો દીકરી માટેનો પ્રેમ બતાવે છે.હવે ના ઝડપી સમયમાં આ બધું શક્ય નથી. હું હજુ પણ આ મારી અને મારા મમ્મી ની ફેવરિટ રેસીપી બનાવું છું પરંતુ રેડીમેડ વર્મીસેલી માંથી જે મશીનમાં બનેલી હોય.હવે મારા બાળકો ને પણ બહુ ભાવતી હોવાથી હું તેમને બનાવી જમાડું અને મમ્મીને યાદ કરીએ..આજે અખાત્રીજના પાવન અવસરે મમ્મી ને યાદ કરી સિવૈયા / વર્મીસેલી ખીર બનાવી છે. Dr. Pushpa Dixit -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
કેસરિયા ખીર (Kesariya Kheer Recipe In Gujarati)
#ChooseToCook આ ખીર હું મારા સાસુ પાસેથી બનાવતા શીખી છું. અમે સમૂહ કુટુંબ માં રહેતા હતા. ઘણું મોટું કુટુંબ હતું. ઘરમાં બધાના જન્મદિવસે મારા સાસુ ખીર બનાવતા. અત્યારે પણ સાસુ નથી રહ્યા પણ જન્મદિવસે ગમે તેટલી મીઠાઈ કે કેક આવી હોય તો પણ ખીર તો બને જ. હવે ખીર હું બનાવુ છું. કેક કે મીઠાઈ છોડી ને આજે પણ બધા મારા હાથની બનાવેલી ખીર જ હોંશે હોંશે ખાવા ની પસંદ કરે Dipika Bhalla -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#childhood.....નાનપણ મા રવીવાર ની સવારે નાસ્તા મા મમ્મી અચુક બનાવીને ખવડાવતા.#ff3 રક્ષાબંધન કે બીજા કોઇ પણ તહેવાર મા સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય. Rinku Patel -
બીટરૂટ વર્મીસેલી ખીર (Beetroot Vermicelli Kheer Recipe In Gujarati)
બીટરૂટ સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે. શરીર માં હિમોગ્લોબીન વધારવા માટે ઉપયોગી છે. પણ એને સલાડ તરીકે કાચું ખાવું થોડું મુશ્કેલ છે તો મેં બીટરૂટ નો ઉપયોગ કરીને ખીર બનાવી છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ સારી છે. #GA4 #Week5 Jyoti Joshi -
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
દૂધી ની ખીર (ફરાળી) (Dudhi Kheer recipe in Gujarati)
#supersઆ ખીર પેટ ને ઠંડક આપે છે. Bina Samir Telivala -
ખીર (Kheer Recipe In Gujarati)
મારી હમેશને માટે મનગમતી ખીર નાના મોટા લગભગ બધાની પ્રિય હોય છે Chetna Chudasama -
-
-
કોર્ન ખીર (Corn Kheer recipe in Gujarati)
#RC1#પીળી રેસિપીકોર્ન ખીર (ખાંડ ફ્રી) Corn kheer (Sugar free) Deepa Patel -
બીન્સ વર્મીસેલી પુલાવ (Beans Vermicelli Pulao Recipe In Gujarati)
આજે મેં વર્મીસેલી પુલાવ બનાવ્યો છે જે સ્વાદમાં તો સરસ છે સાથે-સાથે હેલ્ધી પણ છે આ પુલાવ બ્રેકફાસ્ટ, લંચ કે પછી ડિનર અથવા તો બાળકોનાં ટિફિનમાં પણ આપી શકાય છે#GA4#Week18#french beansMona Acharya
-
પેંડા ની બાસુંદી (Peda Basundi Recipe In Gujarati)
#MBR3ઘણીવાર દિવાળી માં પેંડા ના 2-3 બોક્સ એક સાથે આવી જાય છે અને ખબર નથી પડતી કે કેવી રીતે આ પેંડા પુરા કરવા. તો આજે થયું કે ઘર માં બધાને બાસુંદી બહુજ ભાવે છે તો ,પેંડા ને દૂધ માં ઉકાળી ને બાસુંદી બનાવવી જ લેવી. પેંડા નો સદઉપયોગ પણ થશે અને હવે પછી પેંડા ના બૉક્સ કોઈ ને નજર માં પણ નહીં આવે.😃😃 Bina Samir Telivala -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani -
કેસરીયા બા્ઉન રાઇસ ખીર
#ચોખા#india#post15ખીર એ સ્વીટ ડીશ છે, જેને પુરી સાથેસવઁ કરવામાં આવે છે, આમ તો તે સાદા ચોખા સાથે બને છે આજે મે બા્ઉન રાઇસ નો ઉપયોગ કયૉ છે. Asha Shah -
ડ્રાયફ્રૂટ સંદેશ(Dryfruit Sandesh Recipe in Gujarati)
સંદેશ એક બંગાળી વાનગી છે. જે ઘણી બધી અલગ અલગ પધ્ધતિ સાથે બનાવી શકાય છે. અહીં મે ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી છે.#cookpadturns4#cookpadindia#cookwithdryfruits#dryfruits Riddhi Ankit Kamani -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
ખીર(Kheer recipe in gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitsખીર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. ખીર બનાવવી ખૂબ સરળ છે અને ઝડપ થી બની જાય છે. આ ખીર તમે કોઈ પણ સમયે માણી શકો. Shraddha Patel -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
#AM2#ricereceip ચૈત્ર માસમાં શુકલ પક્ષ માં નવરાત્રી આવતી હોય છે, ચૈત્ર માસમાં અલોણા વ્રત પણ બહેનો કરતી હોય છે, ત્યારે આ રજવાડી ખીર બનાવી લેજો, બહુ મજા આવશે અને એનર્જી પણ રહેશે. Bhavnaben Adhiya -
રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
#RB1#Rajwadi kheer#આજે ચૈત્રી માસ ની રામનવમી છે મે કુમારિકા પુજન કરી ને ખીર ના ભોગ બનાવી ને ભોજન કરાયુ છે અને મારી grand daughter મિષ્ટી અને આધ્યા ને ડેડીકેટ કરુ છુ.. Saroj Shah -
-
કેળા કેસર ખીર(Banana saffron kheer recipe in Gujarati)
#GA4#week2#banana કેળા અને દૂધ નું કોમ્બિનેશન આમ તો કોમન છે અને દૂધ કેળાં તો બધા લેતા જ હોય છે મેં કઈક અલગ રીતે બનાવી ખીર. Lekha Vayeda -
સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (6)