ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#RC2
#rainbowchallenge
#whitecolorrecipe
#cookpad_gu
#cookpadindia
#the_divine_food

હોમમેઇડ ટેન્ડર નાળિયેર આઇસક્રીમ જેનો સ્વાદ બરાબર નેચરલ ની આઇસક્રીમ જેવો જ હોય ​​છે.

જો તમે પ્રાકૃતિક ટેન્ડર નાળિયેર આઇસક્રીમના ચાહક છો, તો તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો.

સુપર સરળ અને યમ્મી રેસીપી છે. જેને વ્રત, ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.

આ રેસીપી નેચરલના ટેન્ડર નાળિયેર આઈસ્ક્રીમથી પ્રેરાય છે.

નેચરલ એ ભારતની એક લોકપ્રિય આઈસ્ક્રીમ ચેન છે. ત્યાં ખરેખર ફળનો સ્વાદ માણી શકાય છે. જે આજે મેં ઘરે જે બનાવ્યું છે.

મેં નાળિયેર નાં તાજા પાણીની સાથે અહીં કોમળ નાળિયેર નું કોપરું નો ઉપયોગ કર્યો છે.

મેં આઇસક્રીમ બેઝ દૂધ, દૂધ નો પાઉડર, ખાંડ અને અમુલ ફ્રેશ ક્રીમ નો પણ ઉપયોગ કર્યો છે જે આઇસક્રીમને ક્રીમિયર બનાવે છે અને તેના સ્વાદમાં વધારો પણ કરે છે.

એમાં મેં સમારેલા નાળિયેરના ટુકડાઓ પણ આઇસક્રીમમાં ઉમેર્યા છે જે જરૂર થી ઉમેરજો. કેમકે આઈસ્ક્રીમ ખાતી વખતે મોઢા માં આખા ટુકડા નો સ્વાદ આઈસ્ક્રીમ નાં સ્વાદ માં અલગ ખુશી ફીલ કરાવે છે. જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ બનાવવા માટે, ઓવર નાઈટ ડી ફ્રીઝ
૪-૬
  1. ૨૫૦ મિલી દૂધ(કાચું/ઉકાળેલું કોઈ પણ લઈ શકાય)
  2. ૧ કપખાંડ
  3. ૩ tbspદૂધ નો પાઉડર
  4. ૨ tbspદૂધ
  5. ૨૫૦ મિલી અમુલ ફ્રેશ ક્રીમ
  6. નારિયેલ(તરોપો) નું પાણી
  7. નારિયેલ(તરોપો) નું કોપરું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ બનાવવા માટે, ઓવર નાઈટ ડી ફ્રીઝ
  1. 1

    એક પેન માં દૂધ લઈ ઉકાળવું. ઉકાળવા લાગે એટલે ખાંડ ઉમેરી ઉકાળવું.

  2. 2

    દૂધ નો પાઉડર લઈ એમાં દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરી સાઇડ માં મૂકવું.

  3. 3

    ખાંડ પીગળી જાય એટલે એમાં દૂધ નાં પાઉડર નું મિશ્રણ ઉમેરી થીક થાય ત્યાં સુધી ફરીથી ઉકાળવું. થીક થઈ જાય દૂધ એટલે ગેસ બંધ કરી એક વાસણ માં કાઢી ઠંડુ કરવું.

  4. 4

    ઠંડુ થાય ત્યાં સુધી એક બ્લેન્ડર માં નારિયેલ નાં ટુકડા અને નારિયેલ નું પાણી ઉમેરી કોર્સલી (થોડા ટુકડા રહે એવું) બ્લેન્ડ કરવું.

  5. 5

    ત્યારબાદ એક બાઉલ માં અમુલ ફ્રેશ ક્રીમ લઈ બિટર થી બીટ કરી સ્મૂધ કરવું. એમાં દૂધ નું ઠંડુ કરેલું મિશ્રણ ઉમેરવું. ફરીથી બીટ કરવું. પછી નારિયેલ નું કોપરું અને પાણી સાથે બ્લેન્ડ કરેલું મિશ્રણ ઉમેરી ફરીથી બીટ કરવું એટલે બધું એકસરખું થઈ જશે.

  6. 6

    ત્યારબાદ એક કન્ટેનર માં આઈસ્ક્રીમ નું મિશ્રણ કાઢી એના ઉપર ફોઇલ પેપર અથવા ક્લિંગ રેપ થી કવર કરી ઓવરનાઈટ અથવા ૭-૮ કલાક માટે ડી - ફ્રીઝ કરવું અને ઠંડુ ઠંડુ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes