ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
શેર કરો

ઘટકો

25 - 30 મિનિટ
3 વ્યકિત માટે
  1. 3મિડીયમ - ટામેટા
  2. 1નાનો કટકો - દૂધી
  3. 1નાનો - કાંદો
  4. 2 ટી સ્પૂન- મકાઈ ના દાણા
  5. 2 ટી સ્પૂન- ટોમેટો કેચઅપ
  6. 2 ટી સ્પૂન- કોર્ન ફ્લોર
  7. સ્વાદ અનુસાર- મીઠું
  8. 1/4 ટી સ્પૂન- મરી પાઉડર
  9. 1/4 ટી સ્પૂન- મિક્સ હર્બસ
  10. 1નાનો ટુકડો - ગોળ
  11. 3 ટી સ્પૂન- છીણેલી ચીઝ

રાંધવાની સૂચનાઓ

25 - 30 મિનિટ
  1. 1

    ટામેટા, દૂધી અને કાંદા ને ધોઈ,કોરા કરી કૂકરમાં બાફી લેવા. (આ ઉપરાંત તમે તમારી મરજી મુજબ ના શાક ઉમેરી શકો)

  2. 2

    બફાઈ જાય એટલે બ્લેન્ડર ની મદદ થી ક્રશ કરી લેવું.તે પછી તેને ગાળી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું, મરી પાઉડર, મિક્સ હર્બસ, ગોળ ઉમેરી હલાવી લેવું.

  4. 4

    મકાઈ ના દાણા અને ટોમેટો કેચઅપ ઉમેરી ગેસ પર મૂકવું. ત્યાર પછી નાની વાટકી માં કોર્ન ફ્લોર લઈ પાણી ઉમેરી સ્લરી બનાવી ને ઉમેરી દેવી. તે ઉમેરતા જ સૂપ ઘટ્ટ થવા લાગશે.તેથી તેને સતત હલાવતા રેવું.

  5. 5

    1 ઉભરો આવે એટલે બંધ કરી સર્વિગ બાઉલ માં કાઢી ઉપર થી ચીઝ ભભરાવી ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes