મોરૈયાના ફરાળી વડા (Moraiya Farali Vada recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#week15
#ff2
#week2
#friedfaralirecipe
શ્રાવણ મહિનો આવે એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે તો લોકો ઉપવાસ કરે અને ફળાહાર કરે. ઉપવાસ દરમ્યાન ફળાહારમાં ખાઈ શકાય તેવા મોરૈયાના ફરાળી વડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ વડા બનાવવા માટે મોરૈયા ઉપરાંત સીંગદાણા, ખમણેલું ટોપરું અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોરૈયાના વડા ને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે.

મોરૈયાના ફરાળી વડા (Moraiya Farali Vada recipe in Gujarati)

#EB
#week15
#ff2
#week2
#friedfaralirecipe
શ્રાવણ મહિનો આવે એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે તો લોકો ઉપવાસ કરે અને ફળાહાર કરે. ઉપવાસ દરમ્યાન ફળાહારમાં ખાઈ શકાય તેવા મોરૈયાના ફરાળી વડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ વડા બનાવવા માટે મોરૈયા ઉપરાંત સીંગદાણા, ખમણેલું ટોપરું અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોરૈયાના વડા ને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો માટે
  1. 1 કપમોરૈયો
  2. 1+1/2 કપ પાણી
  3. 1 Tspજીરુ
  4. 1 Tbspસફેદ તલ
  5. 1 Tbspઆદુ મરચાની પેસ્ટ
  6. 1 Tbspસીંગતેલ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 2 નંગમેશ કરેલા બાફેલા બટેટા
  9. 1/4 કપશેકેલા સીંગદાણાનો ભૂકો
  10. 2 Tbspખાંડ
  11. 1/4 કપસુકા ટોપરાનું ખમણ
  12. 1/4 કપસમારેલી કોથમીર
  13. 1 Tspમરીનો પાવડર
  14. 1 Tspઆદુ મરચાની પેસ્ટ
  15. 1 Tbspલીંબુનો રસ
  16. 1/2 Tspસંચળ પાવડર
  17. સ્વાદ અનુસારમીઠું
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બરાબર રીતે સાફ કરેલા મોરૈયાને મિક્સર ની જારમાં લઈ તેને બારીક ક્ર્સ કરવાનો છે.

  2. 2

    એક નોનસ્ટિક કડાઈમાં પાણી ઉકાળી મૂકી તેમાં જીરુ, સફેદ તલ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવાની છે.

  3. 3

    ત્યારબાદ તેમાં સીંગતેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી કડાઈને ઢાંકીને એક મિનિટ માટે પાણી ઉકળવા દેવાનું છે.

  4. 4

    હવે તેમાં ક્રશ કરેલો મોરૈયો ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ફરી તેને ઢાંકીને બે મિનિટ માટે ફૂક થવા દેવાનો છે.

  5. 5

    મોરૈયો બરાબર રીતે ફૂક થઈ જશે એટલે કડાઈથી આ રીતે છૂટો થઈ જશે. ત્યારબાદ ગેસ ઓફ કરી તેને ઠંડો થઈ જવા દેવાનો છે.

  6. 6

    એક બાઉલમાં આ મિશ્રણ લઈ તેમાં મેશ કરેલા બાફેલા બટેટા, સીંગદાણાનો ભૂકો અને ખાંડ ઉમેરવાના છે.

  7. 7

    ત્યારબાદ તેમાં સુકા ટોપરાનું ખમણ, સમારેલી કોથમીર અને મરી પાવડર ઉમેરવાનો છે.

  8. 8

    હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, સંચળ પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  9. 9

    એક કડાઈમાં તળવા માટેનું તેલ ગરમ મૂકી તૈયાર કરેલા મિશ્રણ માંથી ટીકી જેવું વાળી તૈયાર કરી લેવાનું છે.

  10. 10

    હવે આ ટીકીને ગરમ તેલમાં તળી લેવાની છે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને મીડીયમ તાપે તળવાની છે.

  11. 11

    આજ રીતે બધા વડા તળીને તૈયાર કરી લેવાના છે.

  12. 12

    મેં આ વડાને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes