તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3-4 વ્યક્તિ
  1. ➡️બોઇલ રાઇસ બનાવવા માટે,
  2. 1 કપદહેરાદૂન બાસમતી ચોખા
  3. 1ચક્રફૂલ
  4. 1તજનો ટુકડો
  5. 1તમાલપત્ર
  6. 2-3લવિંગ
  7. 1 ટેબલ સ્પૂનઘી
  8. 2 કપપાણી
  9. ➡️લાલ ચટણી બનાવવા માટે,
  10. 3સૂકા લાલ મરચા
  11. 8-10કળી લસણ
  12. ટુકડોઆદું નો
  13. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  14. 1 ટીસ્પૂનજીરુ
  15. 1/2 ટીસ્પૂનમીઠું
  16. 2-3 ટેબલ સ્પૂનપાણી
  17. ➡️પુલાવ બનાવવા માટે,
  18. 8-10ફણસી
  19. 1નાનું ગાજર
  20. 1/4 કપઅમેરિકન મકાઈના દાણા
  21. 1મોટું બટાકું
  22. 1/2 કપવટાણા
  23. 1/2લાલ કેપ્સીકમ(બેલ પેપર)
  24. 1/2પીળું કેપ્સીકમ (બેલ પેપર)
  25. 1લીલું કેપ્સીકમ
  26. 2નાની ડુંગળી
  27. 1નાનું ટામેટું
  28. 2 ટેબલ સ્પૂનપાઉંભાજી મસાલો
  29. 1 ટીસ્પૂનગરમ મસાલો
  30. મીઠું સ્વાદ પ્રમાણે
  31. 1/2 ટીસ્પૂનહળદર
  32. 2 ટેબલ સ્પૂનતેલ
  33. 1 ટેબલ સ્પૂનબટર
  34. 1/2 ટીસ્પૂનજીરુ
  35. ચપટીહીંગ
  36. 1/4 કપસમારેલી કોથમીર
  37. 1લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બોઇલ રાઇસ તૈયાર રાખીશું. બન્યા બાદ 1/2 થી 1 કલાક મૂકી રાખવાથી વધારે સરસ છૂટો પુલાવ બનશે. તો તેને થોડાક વહેલા બનાવી દેવા. હું ઓસાવવાની જગ્યાએ બેઠો ભાત બનાવવાનું પસંદ કરું છું. તો આ રીતે સારા બને છે. તેના માટે ચોખાને 2-3 વાર સારી રીતે પાણીથી ધોઇને 10-15 મિનિટ માટે પલાળવા. પછી એક નોનસ્ટીક કઢાઇમાં ચોખાથી બમણા પાણી સાથે કુક થવા માટે મૂકવા.તેમાં ચક્રફૂલ, તમાલપત્ર, તજ, લવિંગ, મીઠું અને ઘી નાખવું. ખુલ્લા જ મિડિયમ ગેસ પર રંધાવા દેવા.

  2. 2

    10 મિનિટમાં ચેક કરવું. તળિયે પાણી ના રહે એટલે ગેસ બંધ કરવો. પાણી માપસર નું જ મૂકવું જેથી ભાત એકદમ છૂટા બને.તેને 1/2 કલાક માટે સિજવા દેવા.

  3. 3

    સાથે એક નાના બાઉલમાં 1/4 કપ જેટલું પાણી ગરમ કરી સૂકા લાલ મરચાને 1/2 કલાક માટે પલાળવા. પછી તેને મિક્સર જારમાં લઇ તેમાં લસણ, આદું, મીઠું, લાલ મરચું અને જીરુ ઉમેરી જરુર મુજબ પાણી નાખી ચટણી બનાવવી.

  4. 4

    લાલ ચટણીને એક બાઉલમાં લેવી. ફણસી, ગાજર, બટાકા ને ઝીણા સમારી, તેને અમેરિકન મકાઈના દાણા અને લીલા વટાણા સાથે 3-4 મિનિટ માટે માઇક્રોવેવ કરી બાફી લેવા. બાફતી વખતે જરુર મુજબ પાણી ઉમેરવું.

  5. 5

    બફાઇ જાય એટલે પાણી કાઢી લેવું. બધા કલરના કેપ્સીકમ, ડુંગળી અને ટામેટાને પણ ઝીણા સમારી લેવા.

  6. 6

    હવે એક તવામાં તેલ અને બટર ગરમ મૂકી તેમાં હીંગ,જીરુ નાખી ડુંગળી સાંતળવી. તેમાં બધા કેપ્સીકમ ઉમેરી ફાસ્ટ ગેસ પર સાંતળવા.

  7. 7

    પછી તેમાં બનાવેલી લસણની લાલ ચટણી ઉમેરવી.કુક થાય એટલે ટામેટાં ઉમેરવા. પછી બાકીનું બાફેલું શાક પણ ઉમેરી લેવું.2 મિનિટ માટે સંતળાવા દેવું.

  8. 8

    પછી તેમાં પાઉંભાજી મસાલો, ગરમ મસાલો, હળદર, મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું. અને છેલ્લે બનેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લેવા. જો તવો નાનો હોય તો બનેલો મસાલો ભાતમાં ઉમેરી મિક્સ કરી કુક કરવું.

  9. 9

    છેલ્લે સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લેવો. તવા પુલાવ તૈયાર છે. રાયતા, પાપડ સાથે ગરમાગરમ પુલાવ સર્વ કરવો.

  10. 10

    ભાજીપાવ બનતી હોય ત્યારે તે જ તવામાં થોડું સમારેલું શાક સાંતળી બાફેલા ભાત ઉમેરી આ પુલાવ ફટાફટ બનતો હોય છે. જેમાં પાઉંભાજી ની ભાજીનો ખાસ સ્વાદ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes