ફૂલવડી(Fulwadi recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
શેર કરો

ઘટકો

  1. 1કપ ચણાનો કરકરો લોટ
  2. 1કપ ચણાનો ઝીણો લોટ
  3. 1કપ દહીં
  4. 1ચમચી આખા ધાણા
  5. 1ચમચી આખા મરી
  6. 1ચમચી તલ
  7. 1/2ચમચી વળિયારી
  8. 1ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  9. 1/4ચમચી હળદર
  10. સ્વાદ મુજબ મીઠું
  11. ૩ ચમચી ખાંડ
  12. 1/4ચમચી બેકિંગ સોડા
  13. 1ચમચો તેલ મોણ માટે
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આખા મરી અને આખા ધાણાને શેકીને ઠંડા પડે પછી અધકચરા પીસી લો.

  2. 2

    હવે દહીંમાં બધા મસાલા એડ કરો. પેલા મરી અને ધાણા એડ કરો. ખાંડ એડ કરો અને ખાંડ ઓગળે ત્યાં સુધી બરાબર મિક્સ કરો. હવે તેમાં તેલનું મોણ એડ કરો. બંને લોટ એડ કરી લોટ બાંધી લો. 15 મિનિટ ઢાંકીને રહેવા દો. જરૂર પડે તો બે ચમચી જેટલું પાણી એડ કરો.(ઢાંકીને રાખવાથી મસાલા બધા બરાબર લોટમાં મિક્સ થઈ જશે.)

  3. 3

    હવે બાંધેલા લોટ માં ચપટી બેકિંગ સોડાને પાણીમાં ઓગાળી એડ કરી બરાબર મિક્સ કરો. હવે તેને હાથેથી લાંબી-લાંબી વડીનો શેપ આપી તૈયાર કરો. અથવા પોલીથીન (બેગમાં ભરતા પહેલા બેગને થોડો તેલવાળો હાથ લગાવવો.)બેગમાં ભરી મનગમતી સાઈઝનો હોલ કરી અને ગરમ તેલમાં વળી પાળી ધીમા ગેસ પર તળી લો.(વડી ને એકદમ ધીમા ગેસ પર 10 મિનિટ તળાતા લાગસે.)

  4. 4

    તૈયાર છે ફૂલવાડી તેને ઠંડી થાય એટલે એરટાઈપ માં ભરી લો. ઈચ્છા થાય ત્યારે ચ્હા સાથે અથવા એમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ (22)

Similar Recipes