નમકીન સ્ટીક (Namkeen Stick Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

દિવાળી માં આપણે બધા અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ. અહીં મેં ગળ્યા શક્કરપારા ના બદલે નમકપારા બનાવ્યા છે અને તેને સ્ટીક નો શેઈપ આપ્યો છે.
#દિવાળી
#cookpadindia

નમકીન સ્ટીક (Namkeen Stick Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

દિવાળી માં આપણે બધા અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ. અહીં મેં ગળ્યા શક્કરપારા ના બદલે નમકપારા બનાવ્યા છે અને તેને સ્ટીક નો શેઈપ આપ્યો છે.
#દિવાળી
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. બાઉલ મેંદો
  2. ૨ ચમચીરવો
  3. ૨ મોટી ચમચીઘી
  4. ૧/૪ ચમચીમરી પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પાણી જરૂર મુજબ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં મીઠું, મરી પાઉડર અને ઘી નું મોણ ઉમેરી લોટ બાંધી લો, ઘી નું મોણ મુઠ્ઠી પડતું લેવું.૧૦ મિનિટ પછી લોટ ને મસળી લુવા કરી લો.

  2. 2

    હવે તેમાં થી મોટી રોટલી વણી લો, તેમાં કાપા પાડી લો અને કાંટા ચમચી થી કાણાં પાડી લો.

  3. 3

    કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે નમકીન સ્ટીક ને મધ્યમ આંચ પર આછા ગુલાબી રંગ ની તળી લો.

  4. 4

    તો તૈયાર છે કુરકુરી નમકીન સ્ટીક જેને સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes