બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#CB7
#week7
#બ્રેડ_પકોડા
#cookpadgujarati

બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  1. 🎯 પકોડા ના બેટર ના ઘટકો :--
  2. 2 કપબેસન
  3. નમક સ્વાદ અનુસાર
  4. 1 tspઅજમો (હાથથી ક્રશ કરીને ઉમેરવો)
  5. 1/4 tspહળદર પાઉડર
  6. પાણી જરૂર મુજબ
  7. 1 tbspગરમ તેલ
  8. 1/2 tspબેકિંગ પાવડર
  9. 🎯 પકોડા ના સ્ટફિંગ ના ઘટકો :--
  10. 5 નંગમીડિયમ સાઇઝ ના બાફેલા બટાટા
  11. 2 tbspતેલ
  12. 1/2 tspજીરું
  13. 3-4 નંગજીના સમારેલા લીલાં મરચાં
  14. 1 tbspછીણેલું આદુ
  15. 1 ચપટીહિંગ
  16. 1 tspઅધકચરા વાટેલા સૂકા આખા ધાણા
  17. 1/4 tspહળદર પાઉડર
  18. 1 tspલાલ મરચું પાવડર
  19. 2 tspધાણા પાવડર
  20. 1/2 tspજીરું પાઉડર
  21. 1 tspગરમ મસાલો
  22. 1/2 tspઆમચૂર પાવડર
  23. 1 tspકસૂરી મેથી પાવડર
  24. 2 tbspજીના સમારેલી લીલી કોથમીર ના પાન
  25. 🎯 અન્ય ઘટક:--
  26. 10 નંગબ્રેડ સ્લાઈસ
  27. સેન્ડવિચ ની સ્પેશિયલ ગ્રીન ચટણી
  28. ટોમેટો કેચઅપ જરૂર મુજબ
  29. તેલ તળવા માટે જરૂરી મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો. હવે આપણે પકોડા માટે બેટર બનાવીશું. એની માટે એક મોટા બાઉલમાં બેસન, નમક, અજમો, હળદર પાવડર ઉમેરી વ્હિસ્કર થી મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ કનસીટન્સી નું બેટર બનાવી લો. ત્યાર બાદ આ બેટરને 2 થી 3 મિનિટ માટે બરાબર ફેટી લો. આ બેટરને 10 મિનિટ માટે rest આપો.

  2. 2

    હવે આપણે પકોડા નું સ્ટફિંગ બનાવીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું કકડાવી તેમાં જીના સમારેલા લીલાં મરચાં, છીણેલું આદુ, હિંગ અને અધકચરા વાટેલા સૂકા ધાણા ઉમેરી સોતે કરી લો.

  3. 3
  4. 4

    હવે આમાં બાફેલા બટાકા ને મેશ કરી ને ઉમેરી મિકસ કરી લો ને થોડી વાર માટે સ્લો ગેસ ની આંચ પર કૂક કરી લો. ત્યાર બાદ આમાં હળદર પાઉડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી કૂક કરી લો.

  5. 5

    હવે આ મિશ્રણ માં આમચૂર પાઉડર, કસૂરી મેથી પાવડર, લીલી કોથમીર ના પાન અને નમક ઉમેરી બરાબર મિક્સ કરી તરત જ ગેસ ની ફ્લેમ બંધ કરી લો.

  6. 6

    હવે આપણે બ્રેડ પકોડા માટે બ્રેડ ને સ્ટફિંગ થી એસેમ્બ્લ કરીશું. એની માટે ચાર નંગ બ્રેડ લઈ બે નંગ બ્રેડ ને લીલી ચટણી અને બે નંગ બ્રેડ ને ટોમેટો કેચઅપ થી સ્પ્રેડ કરી લો. ત્યાર બાદ ફોટો માં બતાવ્યાં પ્રમાણે એક એક બ્રેડ પર બટાકા નું સ્ટફિંગ સ્પ્રેડ કરી લો.

  7. 7

    હવે આ બ્રેડ ને બીજી બ્રેડ થી બંધ કરી લો. હવે આ બ્રેડ ને વચ્ચેથી કાપીને ત્રિકોણાકાર કટ લગાવી લો. ત્યાર બાદ એક બાજુ બ્રેડ પકોડા ને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો.

  8. 8

    હવે પકોડા ના બેટરમાં ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લો. હવે આમાં બેકિંગ પાઉડર ઉમેરી મિક્સ કરી લો. હવે બ્રેડ ની સ્લાઈસ ને કિનારાથી સિલ કરી બધી બાજુથી બેસન થી કોટ કરી લો.

  9. 9

    હવે આ બ્રેડ પકોડા ને ગરમ તેલ માં ઉમેરી મીડિયમ ગેસ ની ફ્લેમ્ પર બંને બાજુ ગોલ્ડન ફ્રાય કરી લો.

  10. 10

    હવે આપણા એકદમ ક્રિસ્પી ને ચટાકેદાર બ્રેડ પકોડા તૈયાર છે સર્વ કરવા માટે. આ બ્રેડ પકોડા ને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes