ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૨ કપચણા નો લોટ
  2. ૨ ચમચીરવો
  3. ૩-૪ ચમચી ખાંડ
  4. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. ૧ ચમચીલીંબુ નો રસ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ચમચીખાવાનો સોડા
  8. ૩ ચમચીતેલ
  9. ૧ ચમચીરાઈ
  10. કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં જરૂર મુજબ નું પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં રવો, ખાંડ, આદુ મરચા ની પેસ્ટ, લીંબુ નો રસ અને મીઠું નાખી ને ખીરું તૈયાર કરો.

  2. 2

    થોડો ટાઈમ રેસ્ટ આપી ને તેમાં ખાવનો સોડા ઉમેરો. અને હળવે હાથે મિક્સ કરો.

  3. 3

    આ ખીરા ને એક ગોળાકાર થાળી ના તેલ લગાવી ને ખીરું ઉમેરી ને પાથરી દો.

  4. 4

    આ થાળીને બાફવા ના વાસણ માં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી બાફવા મૂકો.

  5. 5

    બફાઈ ગયા બાદ એક નોન સ્ટીક પેન માં તેલ ગરમ કરવા મૂકો. અને તેલ ગરમ થાય પછી તેમાં રાઈ મૂકો.

  6. 6

    તેલ ગરમ થાય બાદ ઢોકળા મૂકી ને તેનો વઘાર કરવા મૂકો. થાય ગયા બાદ ગરમ ગરમ સર્વ કરો. ઉપર કોથમીર ઝીણી સમારેલી મૂકી ને સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes