સુરતી ઉધીયું (Surti Undhiyu Recipe In Gujarati)

Daksha Danidhariya
Daksha Danidhariya @Daksha_7272
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામલીલી તુવેરના દાણા
  2. 100 ગ્રામલીલાં વટાણા
  3. 100 ગ્રામલીલાં ચણા
  4. 100 ગ્રામપાપડી
  5. 100 ગ્રામલીલાં મરચાં
  6. 200 ગ્રામશક્કરિયા
  7. 250 ગ્રામબટેકા
  8. 200 ગ્રામરીંગણાં
  9. 100 ગ્રામવાલોર
  10. 200 ગ્રામટામેટા
  11. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 100 ગ્રામલીલી મેથી
  14. 100 ગ્રામચણા નો લોટ
  15. 2 ચમચીહળદર
  16. મરચું પાઉડર સ્વાદ અનુસાર
  17. 2 ચમચીધાણા જીરું પાઉડર
  18. 2 ચમચીગરમ મસાલો
  19. 250 ગ્રામતેલ
  20. 100 ગ્રામલીલાં ધાણા
  21. 1 ચમચીરાઈ જીરું
  22. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ મૂકી ને તેમાં રાઈ જીરું હિંગ નાખી દો ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ અને સમારેલું લીલું લસણ નાખી બધા દાણા વાળા શાકભાજી નાખીને મીઠું હળદર નાખી ધીમા તાપે ચડવા દેવું

  2. 2

    ત્યારબાદ થોડીવાર પછી હલાવી ને બીજા શાકભાજી નાખવા પછી ટામેટાં નાખવા અને બધા મસાલા નાખી ધીમા તાપે ચડવા દેવું

  3. 3

    થોડું ચડવા નું બાકી હોય ત્યારે તેમાં મેથી ની વડી નાખવી અને ગરમ મસાલો નાખી થોડી વાર કૂક થવા દેવું પછી મિક્સ કરીને ચડી જાય પછી કોથમીર નાખી ને ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Danidhariya
પર

Similar Recipes